અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરેલા 500 બિનવારસી વાહનોની યાદી જાહેર કરી, જુઓ તમારું વાહન તો નથીને યાદીમાં
Ahmedabad Crime Branch announced the list of 500 seized vehicles | અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરેલા 500 બિનવારસી વાહનોની યાદી જાહેર કરી છે. અમદાવાદ શહેર ક્

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરેલા 500 બિનવારસી વાહનોની યાદી જાહેર કરી છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરે અમદાવાદ શહેર ખાતે જુદી જુદી જગ્યાએ બિનવારસી હાલતમાં પડી રહેલ વાહનો બાબતે કાર્યવાહી કરવા જરૂરી સુચના આપી હતી. જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અત્રેની ક્રાઈમ બ્રાન્ચની ઝોન વાઈઝ જુદી જુદી ટીમો બનાવી શહેરની જુદી જુદી જગ્યાએથી કુલ 500 વાહન બિનવારસી કબજે લેવામાં આવ્યાં હતા.
આ તમામ વાહનોના વાહન નંબર તથા એન્જીન નંબર/ચેસીસ નંબર આધારે ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી વાહન માલીકોની વિગત એકઠી કરી તે વાહનોની ખરાઈ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે.
આજ સુધી ઉપરોક્ત વાહનોની ખરાઈ કરતા કુલ 150 વાહનોની ખરાઈ થયેલ છે જેમાં અમદાવાદ શહેર તેમજ અન્ય જિલ્લાઓ ખાતે કુલ 16 વાહનો બાબતે ચોરીની ફરીયાદ દાખલ થયેલ છે અને 50 જેટલી ઈ-FIR/જાણવાજોગ/અરજીઓ આપવામાં આવેલ છે. અને હજુ વધુ વાહનો બાબતે RTO કચેરીથી માહીતી એકઠી કરી ખાતરી તપાસ કરવાની ચાલુ છે.
આ બાબતે આગામી સમયમાં તમામ વાહનોના માલીકોની ખરાઈ કરી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ વાહન માલીકોને તેઓના વાહન પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને બિનવારસી વાહનો બાબતે હરાજી કરવાની કાર્યવાહી પણ ભવિષ્યમાં હાથ ધરવામાં આવશે.
જુઓ આ સમગ્ર યાદી :








