મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad/ સિંધુ ભવન રોડ પર કોમનવેલ્થ ગેમ્સનું હોર્ડિંગ્સ તૂટ્યું, દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમદાવાદના વ્યસ્ત ગણાતા સિંધુ ભવન રોડ પર આજે ગુરુવારે એક ગંભીર

અમદાવાદના વ્યસ્ત ગણાતા સિંધુ ભવન રોડ પર આજે ગુરુવારે એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કોમનવેલ્થ ગેમ્સના પ્રચાર માટે લગાવવામાં આવેલું એક વિશાળ હોર્ડિંગ્સ અચાનક ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થઈ રહેલું એક દંપતી ઈજાગ્રસ્ત થયું હતું.

દંપતીને ઈજા અને વાહનને નુકસાન

આ દુર્ઘટનામાં થલતેજના રહેવાસી ચંદ્રેશભાઈ કુમાવત અને તેમના પત્ની મિતાલી કુમાવતને ઈજાઓ પહોંચી હતી.  આ દંપતી બોપલથી પોતાના ઘર થલતેજ તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના બની હતી.  દંપતીને ઈજા થવા ઉપરાંત, તેઓના ઇલેક્ટ્રિક વાહનને પણ હોર્ડિંગ્સ પડવાથી મોટું નુકસાન થયું હતું.

તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ

ઈજાગ્રસ્ત ચંદ્રેશભાઈ કુમાવતે આ ઘટના બાદ તંત્રની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શહેરના મુખ્ય માર્ગો પર લગાવવામાં આવતા આવા વિશાળ હોર્ડિંગ્સની જાળવણી અને સુરક્ષા પર તંત્ર ધ્યાન આપતું નથી, જેના કારણે નિર્દોષ નાગરિકોને ભોગવવું પડે છે.  

આ સમાચાર શેર કરો