Ahmedabad news: આ કલમ દૂર કરવાની તથ્ય પટેલની અરજી હાઈકોર્ટે ફગાવી, થઈ શકે છે 10 વર્ષની સજા
અમદાવાદના ચકચારી ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસ મુખ્ય આરોપી તથ્ય પટે

અમદાવાદના ચકચારી ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસ મુખ્ય આરોપી તથ્ય પટેલની સાપરાધ મનુષ્યવધની કલમ દૂર કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જો કે કોર્ટે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની સાપરાધ મનુષ્યવધની કલમ દૂર કરવાની અરજીને મંજૂરી આપી છે.
પ્રજ્ઞેશ પટેલની સાપરાધ મનુષ્યવધની કલમ દૂર કરવાની અરજીને મંજૂરી
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 140 થી વધુની સ્પીડમાં બેફામ ગતિએ કાર હંકારી ટોળા લઇ 9 લોકોના મોત નિપજાવનાર મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલી વધી છે. આરોપીએ હાઈકોર્ટ સમક્ષ સાપરાધ મનુષ્યવધની કલમ દૂર કરવાની અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દેતા તથ્ય પટેલને આ કલમ હેઠળ 10 વર્ષની જેલની સજા પણ થઇ શકે છે. જો કે હાઇકોર્ટે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની સાપરાધ મનુષ્ય વધની કલમ દૂર કરવાની અરજીને મંજૂરી આપી છે.




