Ahmedabad news: વિરાટનગર કોમ્પલેક્ષમાં લાગેલી આગ મામલે મનપા કમિશનર લાલઘૂમ, અધિકારીઓને તતડાવી નાખ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીવ્યુ બેઠક મળી હતી. જેમાં કમિશનરે વિવિધ મ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીવ્યુ બેઠક મળી હતી. જેમાં કમિશનરે વિવિધ મુદ્દે અધિકારીઓને ઉધડો લઈ લીધો હતો. નરોડામાં ખુલ્લી ડ્રેનેજના કારણે વ્યક્તિના મોત મામલે અધિકારીને તતડાવી નાખ્યા હતા.
નાગરિકોની સુખાકારી માટે કામગીરી કરવા કર્યો અનુરોધ
ઈનચાર્જ ડેપ્યુટી કમિશનરને અધિકારીઓ વચ્ચે ઊભા કરી ખખડાવી નાંખ્યા અને ત્યાં સુધી કહી દીધું કે ઝોનમાં ધ્યાન નથી રાખી શકતા તો ડેપ્યુટી કમિશનર કઈ રીતે બનશો? આ સાથે વિરાટનગર વિસ્તારમાં કોમ્પલેક્ષમાં આગ મામલે પણ કમિશનર લાલઘૂમ થયા હતા અને પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનરનો પણ ઉધડો લીધો હતો. તેમણે કહ્યું કે વિરાટનગરમાં આખું કોમ્પલેક્ષ ગેરકાયદે બની જાય ત્યાં સુધી કેમ ધ્યાન નથી આપતા. કમિશનરે નાગરિકોની સુખાકારી માટે કામગીરી કરવા પર ભાર મુક્યો હતો.




