મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ભાજપના મુસ્લિમ કોર્પોટરે હિન્દુ નામ ધારણ કરી, દસ્તાવેજ-જન્મતારીખ ખોટા રજૂ કરી ચૂંટણી લડી, કોર્ટે ફરિયાદ નોંધવા કર્યો આદેશ

Ahmedabad News : અમદવાદ શહેરમાં નકલી જજ બાદ હવે વધુ એક આવું કૌભાંડ

અમદાવાદમાં ભાજપના મુસ્લિમ કોર્પોટરે હિન્દુ નામ ધારણ કરી, દસ્તાવેજ-જન્મતારીખ ખોટા રજૂ કરી ચૂંટણી લડી, કોર્ટે ફરિયાદ નોંધવા કર્યો આદેશ

Ahmedabad News : અમદવાદ શહેરમાં નકલી જજ બાદ હવે વધુ એક આવું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ભાજપના મુસ્લિમ કોર્પોટરે હિન્દુ નામ ધારણ કરી, દસ્તાવેજ-જન્મતારીખ ખોટા રજૂ કરી ચૂંટણી લડી હતી. આ મામલે કોર્ટે હવે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. 

આ અંગે અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે પત્રકાર પરિષદ કરી હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનિષ દોશી, અમદાવાદ શહેર લીગલ સેલના ચેરમેન કલ્પેશ પટેલ, અમદાવાદ શહેર લીગલ સેલના કન્વીનર યુ.ડી. શેખાવત, નવરંગપુરા વોર્ડના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયકુમાર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજ કવિ મીરે નીરવ કવિ નામ ધારણ કર્યું 

વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નવરંગપુરા વોર્ડમાંથી ભાજપ ઉમેદવાર નિરવ કવિની જીત થઇ હતી. જો કે કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જય પટેલે તેની આ જીતને પડકારી હતી અને દાવો કર્યો હતો કે નિરવ કવિ મુસ્લિમ છે,  પોતાનું નામ અને મુસ્લિમ ઓળખ છુપાવી તે ચૂંટણી લડ્યા હતા. આ મામલામાં 4 વર્ષ ચાલેલી પ્રક્રિયામાં કોર્ટે નિરવ કવિ  સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. 

જન્મતારીખ અને દસ્તાવેજ પણ ખોટા રજૂ કર્યા

આ અંગે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે કહ્યું કે નિરવ કવિ મુસ્લિમ હોવા છતાં ખોટું નામ, જાતિ અને ધર્મ બદલી ચૂંટણી લડ્યા હતા. નિરવ જગદીશભાઈ કવિની જાતિ મુસલમાન રાજકવિ મીર છે. નિરવ કવિએ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી ચૂંટણી પંચ સાથે  જનતાને ગુમરાહ કરી છે. 

હિંમતસિંહ પટેલે કહ્યું કે વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમણે ઉમેદવારી ફોર્મમાં પોતાની જન્મતારીખ 11/11/77  દર્શાવી હતી, જયારે તેમની અસલી જન્મતારીખ 1/6/75 છે. આ ખોટી જન્મતારીખના આધારે તેમનું આધારકાર્ડ, ચૂંટણી, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટસ બનાવેલ હતા, જેની કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જયકુમાર પટેલને જાણ થતાં તેમણે સૌ પ્રથમ પોલીસ કચેરીઓમાં લેખિત ફરીયાદ આપેલી પરંતુ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી નહીં થતાં અમદાવાદ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ નં.23માં ક્રિમીનલ કેસ IPCની કલમ 191, 192, 193, 196, 414, 420  મુજબ 2721/2021 નંબરનો ગુનો દાખલ કરતો હતો. 

સિવિલ કોર્ટે ટ્રાયલ કોર્ટનો હુકમ રદ્દ કરી ફરિયાદ નોંધવા આદેશ કર્યો

મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં નિરવ કવિની સાચી જન્મ તારીખ 1/6/1975 સાચી છે તે સાબિત કરવા માટે પંકજ વિદ્યાલય તેમજ સમર્થ હાઈસ્કુલ તરફથી સ્કુલનું જનરલ રજીસ્ટરના રેકર્ડ સાથે કોર્ટમાં જુબાની આપી હતી  અને જન્મ તારીખ 1/6/1975  છે તે સાબિત કરી હતી, આમ તેમ છતાં કોર્ટે ક્રિમીનલ પ્રોસીઝરની કલમ 203 હેઠળ ફરિયાદ રદ્દ કરી કરી હતી. જેથી અમદાવાદ સીટી સીવીલ એન્ડ સેસન્સ કોર્ટમાં નંબર 16/2023થી ક્રિમીનલ રીવીઝન દાખલ કરી હતી.  બન્ને પક્ષકારોની રજુઆત સાંભળ્યા બાદ સેસન્સ જજ એમ.પી. પુરોહિતે 21-10-2024ના રોજ ચુકાદો આપી ટ્રાયલ કોર્ટનો હુકમ રદ્દ કરી ભાજપના કોર્પોરેટર નિરવ કવિ  સામે ઉપરોક્ત કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી પ્રોસેસ કાઢવા હુકમ  કર્યો છે. 

આ સમાચાર શેર કરો