અમદાવાદ અને વડોદરામાં 31stની ઉજવણી વચ્ચે પોલીસનો ખાસ એક્શન પ્લાન, એક પણ નશેડીને છોડવામાં નહીં આવે
31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ અન

31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ અને વડોદરામાં પોલીસ દ્વારા વિવિધ એક્શન પ્લાન બનાવવામાં આવ્યા છે. જેમાં શહેરની તમામ શંકાસ્પદ હોટલો, ફાર્મ હાઉસ પર વોચ રાખવા,સતત વાહન ચેકિંગ, કોમ્બીગ કરવાની સાથે લીસ્ટેડ બુટલેગરો અને ડ્રગ્સના ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓ પર સર્વલન્સ રાખવા માટે વિશેષ સુચના આપવામાં આવી છે.
અમદાવાદમાં 6,000 પોલીસકર્મી બંદોબસ્તમાં તહેનાત રહેશે
31stની ઉજવણીને લઇ અમદાવાદ પોલીસે બનાવ્યો ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં 6,000 જેટલા પોલીસકર્મી બંદોબસ્તમાં તહેનાત રહેશે, આ સાથે 500 બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસકર્મી તહેનાત રહેશે.
અગાઉ પોલીસ તપાસમાં હેલ્મેટ વગર અને ગાડીના કાચમાં બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓને રોકીને તપાસ કરવામાં આવી હતી. જ્યારે કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોય તેવી ગાડીઓમાંથી બ્લેક ફિલ્મ પણ દૂર કરી હતી. ત્યારે હવે લીસ્ટેડ બુટલેગરો સામે વધુ કેસ કરવા સૂચના અપાઈ છે. CG રોડ, SG હાઈવે, સિંધુ ભવન રોડ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે. પાર્ટી પ્લોટ, ક્લબનાં આયોજકો સાથે પોલીસે બેઠક કરી છે. મહિલા સુરક્ષા માટે SHE ટીમ તહેનાત રહેશે. સંવેદનશીલ વિસ્તારમાં પણ બંદોબસ્ત રખાશે.
વડોદરામાં 31 ડિસેમ્બરને લઇને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ, વાહનોનું ચેકીંગ
31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેને લઇને ખુદ ડીસીપી ઝોન-2 અભય સોની દ્વારા રાજમહેલ રોડ પર આવેલા સુમસુમ રહેતા નવલખી ગ્રાઉન્ડમાં રાત્રીના સમયે રાવપુરા પોલીસની ટીમ સાથે જાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે પહોંચી ગયા હતા. ઉપરાંત અન્ય જગ્યાએ પર ચેકિંગ કરાયું હતું.
31 ડિસેમ્બરની વડોદરા શહેરમાં લોકો ભારે ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. પરંતુ સાથે કેટલાક અસામાજિક તત્વો તથા નશેડીઓ દારૂ, એનડીપીએસના નશાનું સેવન કરીને ખોટી રીતે ધતિંગ કરે છે. ત્યારે આ નશેડીઓ દ્વારા સુમસામ જગ્યા પર ટોળા વળીને નશો કરવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ દ્વારા વિવિધ સુમસામ અને વડતર જગ્યા પર ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઘણા વર્ષ પહેલા નવલખી ગ્રાઉન્ડમાં એક યુવતી સાથે ગેંગરેપની ઘટના બની હતી. આ નવલખીની સુમસામ જગ્યા પર ખુદ જેને લઇને ડીસીપી ઝોન 2ન અભય સોનીએ જાતે રાવપુરા પીઆઇ સહિતના કર્મચારીઓ સાથે સ્થળ પર પહોંચી ચેકિંગ કર્યુ હતું. નવલખી ગ્રાઉન્ડમાં મોડી રાત્રીના સમયે ઘણા લોકો અંધારાનો લાભ લઇ ઉભા રહેતા હોય છે, જેને લઇને પોલીસ દ્વારા આવા લોકો સામે પણ લાલ આખ કરી છે.
31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવા હેતુસર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.








