મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ સહિત અનેક એરપોર્ટમાં સર્વર ખોટવાયું, મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરાઇ

માઇક્રોસૉફ્ટ વિન્ડોમાં ટેકનિકલ ખામીને કારણે વિશ્વભરમાં બેન્ક સર્વિસને લઇને ફ્લાઇટ સર્વિસ પ્રભાવિત થઇ છે.વિશ્

અમદાવાદ સહિત અનેક એરપોર્ટમાં સર્વર ખોટવાયું, મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરાઇ

માઇક્રોસૉફ્ટ વિન્ડોમાં ટેકનિકલ ખામીને કારણે વિશ્વભરમાં બેન્ક સર્વિસને લઇને ફ્લાઇટ સર્વિસ પ્રભાવિત થઇ છે.વિશ્વભરમાં વિન્ડો યૂઝર્સના ડિવાઇસોમાં બ્લૂ સ્ક્રીન જોવા મળી રહી છે જેને પર એરર લખેલુ છે. વિન્ડોમાં આવેલી ખામીને કારણે સુપરમાર્કેટ્સ, બેન્કિંગ ઓપરેશન, સ્ટોક માર્કેટ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

અમેરિકામાં ત્રણ એરલાઇન કંપનીઓએ પોતાના તમામ વિમાનને જમીન પર ઉતારી લીધા છે. ભારતમાં પણ એરલાઇન્સ સર્વિસને અસર થઇ છે. અમદાવાદ એરપોર્ટ પર પણ માઇક્રોસૉફ્ટની ખામીની અસર જોવા મળી હતી.

અમદાવાદ સહિત અનેક એરપોર્ટ પર સર્વર ખોટવાયું

માઇક્રોસૉફ્ટ વિન્ડોમાં ખામીને કારણે અમદાવાદ સહિત અનેક એરપોર્ટ પર સર્વર ખોટવાયું હતું જેને કારણે કેટલીક ફ્લાઇટ ડિલે થઇ હતી. ટેકનિકલ ખામીને કારણે એરપોર્ટ ઓપરેશનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હાલ તમામ ઓપરેશન મેન્યુઅલી હાથ ધરવામાં આવ્યા છે. મોટાભાગની એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ચેકિંગ્સ સહિતની લાઇનમાં સમય લાગી શકે છે તેવા સંજોગોમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

મુસાફરોને વહેલાં એરપોર્ટ પર આવવા અપીલ કરી

રિપોર્ટ અનુસાર, માઈક્રોસોફ્ટ ટેક્નિકલ ખામીના કારણે ભારતમાં, ઈન્ડિગો, આકાશ અને સ્પાઈસજેટે પણ સેવામાં વિક્ષેપ અંગે એડવાઈઝરી જારી કરી છે. સ્પાઈસજેટે X પર કહ્યું કે, “અમે અમારા સર્વિસ પ્રોવાઈડર દ્વારા ટેક્નિકલ પડકારોનો સામનો કરી રહ્યા છે. જેનાથી બુકિંગ, ચેક-ઈન અને બુકિંગ કામગીરી સહિતની ઓનલાઈન સેવાઓ ખોરવાઈ છે. પરિણામે અમે તમામ એરપોર્ટ પર ચેક-ઈન અને બોર્ડિંગ પ્રક્રિયાની મેન્યુઅલી સેવા કાર્યરત કરી છે.મુસાફરી યોજનાઓ ધરાવતા મુસાફરોને અમારા કાઉન્ટર પર ચેક-ઈન પૂર્ણ કરવા માટે સામાન્ય કરતાં વહેલા એરપોર્ટ પર પહોંચવાની વિનંતી કરીએ છીએ. આના કારણે થતી કોઈપણ અસુવિધા માટે અમે દિલથી દિલગીર છીએ અને તમને ખાતરી આપીએ છીએ કે અમારી ટીમો અમારા સેવા પ્રદાતા સાથે ખંતપૂર્વક કામ કરી રહી છે જેથી આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ આવે. આ સમય દરમિયાન તમારી ધીરજ અને સહકાર બદલ આભાર”

આ સમાચાર શેર કરો