મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ સ્મગલરનું હબ!, મહિલાના બેગમાંથી 50 લાખનું સોનું ઝડપાયું

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કરીને મહિલા પેસન્જર પાસેથી 50 લાખ રૂપિયાના

અમદાવાદ એરપોર્ટ સ્મગલરનું હબ!, મહિલાના બેગમાંથી 50 લાખનું સોનું ઝડપાયું

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કરીને મહિલા પેસન્જર પાસેથી 50 લાખ રૂપિયાના દાણચોરીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે.  ઐતિહાદ એરલાઈન્સની ફ્લાટમાં અમદાવાદ આવેલી મહિલા પેસેન્જર પાસેથી કસ્ટમના એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ રૂપિયા 50 લાખના દાણચોરીના દાગીના જપ્ત કર્યા છે.

50 લાખના દાણચોરીના દાગીના જપ્ત કર્યા

આ મહિલાએ પોતાની પાસેના સોનાના દાગીના ઈમિટેશન જ્વેલરી હોવાનો દાવો કરીને કસ્ટમ્સ વિભાગને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કસ્ટમ અધિકારીઓની આકરી પૂછપરછમાં બિલો રજૂ નહોતી કરી શકી, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ પેસન્જરની શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ : નરોડા હનીટ્રેપ ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ, વેપારીને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સોનું-નાણા પડાવ્યાં

 ત્યારે શનિવારે મોડી રાત્રે ઐતિહાદ એરલાઈન્સની ફ્લાઈટમાં અમદાવાદ આવેલી એક મહિલા પેસન્જરની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. તેના બેગેજની તપાસ કરવામાં આવતા 18 કેરેટ અને 9 કેરેટના સોનાના દાગીના મળી આવ્યા હતા. જેની કિંમત 50 લાખ જેટલી થાય છે. કસ્ટમ્સ વિભાગની તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે આ મહિલા પેસન્જર કેરિયર તરીકે કામ કરતી હતી અને અગાઉ પણ વિદેશની સફર કરેલી છે. આ દાગીના કોના માટે લાવી હતી, તેની તપાસ ચાલી રહી છે. ગત અઠવાડિયે પણ શારજાહ અને દુબઈની ફ્લાઈટમાં આવેલા બે પેસન્જરો પાસેથી 1400 સિગારેટ અને દાણચોરીના દાગીના મળી આવ્યા હતા.

દાણચોરીમાંથી ઝડપાતી 10 વ્યક્તિમાંથી 7 મહિલા

છેલ્લા કેટલાક સમયથી મહિલાઓનો દાણચોરીમાં ઉપયોગ વધ્યો હોવાથી કસ્ટમ વિભાગ વધારે સતર્ક થઈ ગયો છે. મહિલાઓ પહેલા દાગીનાના રૂપમાં સોનું લઈને આવે છે. કસ્ટમ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓમાં દાણચોરીના કેસમાં પકડાયેલી 10માંથી 7 મહિલા હોય છે.

આ સમાચાર શેર કરો