Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Another complaint filed against Naroda Honeytrap gang

અમદાવાદ : નરોડા હનીટ્રેપ ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ, વેપારીને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સોનું-નાણા પડાવ્યાં

Timeછેલ્લું અપડેટ : 15 Dec 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ : નરોડા હનીટ્રેપ ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ, વેપારીને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સોનું-નાણા પડાવ્યાં

Ahmedabad News : અમદાવાદના નરોડા વિસ્તારમાં પકડાયેલી હનીટ્રેપ ટોળકી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ટોળકીની મહિલાએ રાજસ્થાનના વેપારીને હનીટ્રેપમાં ફસાવી  વેપારી પાસેથી એક લાખ રોકડા, સોનાની ચેઈન, વીંટી પડાવી લીધા હતા. હવે આ ટોળકી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં સુરતના એક વેપારીને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસેથી સોનું અને નાણા પડાવ્યાં હતા. 

App Store

સુરતના એક વેપારીને ફસાવી 3 લાખ અને સોનું પડાવ્યું 

નરોડાની આ હનીટ્રેપ ગેંગની મહિલાએ સુરતના એક વેપારીને બોલાવી તેને નરોડા કેનાલ પાસે લઈ ગઈ હતી. આ દરમિયાન તેના સાગરીતોએ આવીને આ મહિલા ડ્રગ્સ વેચતી હોવાનું કહી તેના સ્કુટરની ડેકીમાંથી ડ્રગ્સ જેવા પાવડરની કોથળીઓ કાઢી હતી. આ રીતે મહિલાને ડ્રગ્સ વેચનાર દર્શાવી તેમજ સુરતના વેપારી પર ડ્રગ્સ ખરીદવા આવ્યો હોવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. 

આ ટોળકીએ સુરતના વેપારીને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી તેણે હાથમાં પહેરેલું સોનાનું બ્રેસલેટ પડાવી લીધું હતું, સાથે 25 લાખ રૂપિયાની ખંડણી માંગીને માર માર્યો હતો. બાદમાં આંગડિયા મારફતે વેપારી પાસેથી 3 લાખ રૂપિયા લઈને આ ટોળકી તેને છોડી ફરાર થઈ ગઈ હતી. 

રાજસ્થાનના વેપારીને ફસાવી એક લાખ રોકડા, સોનાની ચેઈન, વીંટી પડાવ્યાં 

નરોડાની આ હનીટ્રેપ ગેંગની મહિલાએ રાજસ્થાનના રીયલ એસ્ટેટના વેપારીને ફસાવી અમદાવાદમાં સાઈટ બતાવવાના બહાને નરોડામાં બોલાવ્યો હતો. જ્યાંથી અલગ અલગ જગ્યાઓ પર ફેરવી અંતે નર્મદા કેનાલ પાસે લઈ ગઈ હતી.

આ દરમિયાન  અચાનક એક કારમાં 3 જેટલા શખ્સો આવ્યા અને યુવતીના પતિ તરીકેની ઓળખ આપી હતી. યુવતીએ પણ વેપારીને ફસાવવા વેપારીએ તેની સાથે દુષ્કર્મ કર્યો છે તેવુ જણાવી તમામ આરોપીઓએ ભેગા મળી વેપારીનું અપહરણ કરી 50 લાખની માંગણી કરી હતી. વેપારી પાસેથી એક લાખ રોકડા, સોનાની ચેઈન, વીંટી પડાવી લઈ દહેગામ હાઈવે પર ઉતારી ફરાર થઈ ગયા હતા.