મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: પ્રદૂષિત હવામાં જીવી રહ્યા છે અમદાવાદીઓ, દર વર્ષે 2500નાં મોત

દેશમાં દિવસે ને દિવસે વાયુ પ્રદૂષણ મોટી સમસ્યા બની રહ્યું છે. વધતું પ્રદૂષણ દેશવાસીઓ માટે જીવલેણ બની રહ્

અમદાવાદ: પ્રદૂષિત હવામાં જીવી રહ્યા છે અમદાવાદીઓ, દર વર્ષે 2500નાં મોત

દેશમાં દિવસે ને દિવસે વાયુ પ્રદૂષણ મોટી સમસ્યા બની રહ્યું છે. વધતું પ્રદૂષણ દેશવાસીઓ માટે જીવલેણ બની રહ્યું છે. આ પ્રદૂષણના કારણે નાગરિકો અનેક મોટી બીમારીઓનો ભોગ બની રહ્યા છે તેમ ધ લાન્સેટ પ્લેનેટરી હેલ્થ જર્નલમાં જણાવાયું છે.

લાન્સેટના અભ્યાસ મુજબ દેશના ટોચના 10 શહેરોમાં દૈનિક મોતોમાં 7 ટકાથી વઘુ મોતનું કારણ પ્રદૂષણ છે અને વાર્ષિક ૩૩ હજાર મોત માટે પ્રદૂષિત વાતાવરણ જવાબદાર છે. પ્રદૂષણથી સૌથી વઘુ 12,000 જેટલા મોત દિલ્હીમાં, 2500નાં મોત અમદાવાદમાં થયા છે.

દિલ્હી
11,964
મુંબઈ 5,091
કોલકાતા 4678
ચેન્નઈ 2970
અમદાવાદ
2495
બેંગ્લુરુ 2102
હૈદરાબાદ 1597
પૂણે 1367
વારાણસી 8૩1
શિમલા 59

લાન્સેટ જર્નલના અભ્યાસ મુજબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના માપદંડ કરતાં ઊંચું પીએમ 2.5 પ્રદૂષક તત્વ ધરાવતા ટોચના 10 શહેરોમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, પૂણે, શિમલા અને વારાણસીનો સમાવેશ થાય છે. લાન્સેટ દ્વારા વર્ષ 2008થી 2019 વચ્ચે આ અભ્યાસ કરાયો હતો. આ પ્રદૂષક તત્વોમાં વાહન અને ઔદ્યોગિક પ્રદૂષણનો સમાવેશ થાય છે.

પીએમ 2.5 માઈક્રોમીટર અથવા તેનાથી નાના પ્રદૂષિત કણ શ્વાસમારફત શરીરમાં પ્રવેશી જાય છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં સ્વચ્છ હવાના માપદંડો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વચ્છ હવાના માપદંડો કરતાં વઘુ છે. જોકે અનેક શહેરોમાં નિશ્ચિત માપદંડો કરતાં વઘુ પ્રદૂષણ મોટી સમસ્યા છે.

આ સમાચાર શેર કરો