મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: AI આધારિત શહેરમાં વિવિધ વિસ્તારોમાં 106 CCTV ગોઠવાશે

દાયકામાં વિકાસ પામેલા અમદાવાદમાં સલામતી સુદ્રઢ બનાવવા માટે વધુ 106 એ.આઈ. સીસીટીવી લગા

અમદાવાદ: AI આધારિત શહેરમાં વિવિધ વિસ્તારોમાં 106 CCTV ગોઠવાશે

દાયકામાં વિકાસ પામેલા અમદાવાદમાં સલામતી સુદ્રઢ બનાવવા માટે વધુ 106 એ.આઈ. સીસીટીવી લગાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. રીંગ રોડ અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી જરૂરી હોય તેવા સ્થળોની યાદી ટ્રાફિક પોલીસે આપતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેન્ડર બહાર પાડવા પ્રક્રિયા હાથ ધરી છે. ગંભીર ગુના ઉકેલવા માટે વર્ષ 2011થી એએમસી દ્વારા લગાવાયેલાં 5400 સીસીટીવી ઉપરાંત સોસાયટીઓ, ઘર, દુકાનોના એક લાખ ખાનગી કેમેરાના ફૂટેજ ઉપયોગી બને છે.

નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે વધુ 300 સીસીટીવી લગાવ્યાં

વર્ષ 2008માં અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયાં તે પછી સીસીટીવીની જરૂરિયાત સમજાઈ હતી. અમદાવાદમાં પોલીસે પ્રથમ વખત વર્ષ 2011-12માં 82 લોકેશન ઉપર સીસીટીવી લગાવ્યાં હતા. આ પછી વર્ષ 2017માં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ અને  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2117 સીસીટીવી લગાવીને આધુનિક કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો હતો.

આ પછી નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે વધુ 300 સીસીટીવી લગાવ્યાં હતાં. બીઆરટીએસ રૂટ અને બસ સ્ટોપ ઉપરાંત રથયાત્રા રૂટ અને તાજીયાના રૂટ ઉપર સીસીટીવી છે. હાલમાં અમદાવાદમાં પોલીસ અને એએમસીના 5400 સીસીટીવીનું નેટવર્ક છે. 

106 કેમેરા ક્યાં લગાવાશે 

આવનારાં છ મહિનામાં શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને નવા વિકસેલા વિસ્તારોમાં વધુ 106 કેમેરા લગાવવામાં આવનાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે કરેલા સંયુક્ત આયોજનથી વિતેલા દશકામાં વિકાસ પામેલા વિસ્તારોમાં આ કેમેરા ગોઠવાશે. આ તમામ કેમેરા એ.આઈ.થી માણસનો ફોટોગ્રાફ કેપ્ચર થયા બાદ તેની ઓળખ મેળવવા કાર્યક્ષમ હશે.

ટ્રાફિક-એ: સાણંદ, મકરબા, સરખેજ, એસજી હાઈવે, એસ.પી. રીંગ રોડ, મકરબા, જીવરાજ પાર્ક, વસ્ત્રાપુર, કોમર્સ છ રસ્તા, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં કુલ ૭૪ નવા સીસીટીવી લગાવવામાં આવશે. 

ટ્રાફિક-બી: નરોડા, ચામુંડા બ્રીજ, જમાલપુર, આરટીઓ, ચિમનભાઈ પટેલ બ્રીજ અને પ્રેમ દરવાજા વિસ્તારમાં ૧૨. 

ટ્રાફિક-સી: નાના ચિલોડા, દહેગામ રીંગ રોડ, કરાઈ કટ, નરોડા બેઠક ત્રણ રસ્તા વિસ્તારમાં ૭

ટ્રાફિક-ડી: જશોદાનગર, એક્સપ્રેસહાઈવે, સીટીએમ, રાજેન્દ્રપાર્ક, વિરાટનગર, ઠક્કરનગર, દાસ્તાન સર્કલ આસપાસના વિસ્તારમાં ૧૧ સ્થળોએ સ્માર્ટ સીટી કેપ્ચર કેમેરા લગાવાશે.

આ સમાચાર શેર કરો