મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત: 'અમને ન્યાય જોઈએ રાજકારણ નહી', તક્ષશિલાના વાલીઓએ કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવાની પાડી ના

રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે ન્યાય યાત્રાનુ

સુરત: 'અમને ન્યાય જોઈએ રાજકારણ નહી', તક્ષશિલાના વાલીઓએ કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવાની પાડી ના

રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોરબી, રાજકોટ સહિતની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને સાથે રાખીને ન્યાયની માગ કરવાનું આયોજન થયુ છે. ત્યાર સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓએ કહ્યું કે, તેઓ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નહીં જોડાય. કોઈપણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના વાલીઓને લેવા દેવા નથી. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી. કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી.

કોર્ટમાં ડે ટુ ડે કેસ ચાલે તેવી માગ

તક્ષશિલાના વાલી જયસુખભાઈ ગજેરાએ કહ્યુ કે, કોંગ્રેસ દ્વારા જે યાત્રા શરૂ થઈ છે. તેમાં જોડાવા આમંત્રણ મળ્યુ છે. પરંતુ અમે જોડાવાના નથી. અમે કોઈ પક્ષ સાથે જોડાવા માગતા નથી. અમે રાજકીય મુદ્દો બનવા માગતા નથી. અમારી લડતમાં અમને સાથ આપવા વિનંતી કરીએ છીએ.અમારી લડતને ડાયવર્ટ થવા દેવા માગતા નથી. અમારો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે ચાલે તેવી અમે અપીલ કરીએ છીએ. સંવેદનશીલ કેસનો ઝડપથી નિકાલ થાય તેવી અમે માગ કરીએ છીએ. 

ન્યાયની માગ

હિતેષભાઈ ઘેવરીયાએ કહ્યુ કે, પાંચ વર્ષ કરતાં વધુ સમયથી અમે લડત ચલાવીએ છીએ. પરંતુ રાજકારણને અમે એન્ટ્રી આપી નથી. અમે અમારા સંતાનોના નામે રાજનીતિ વચ્ચે લાવવા માગતા નથી. અમે ન્યાયની લડત ચલાવીએ છીએ તેમાં સપોર્ટ આપનાર આવકારીએ છીએ. અમે ઝડપથી ન્યાય મળે તે માટે જ પ્રયત્નો કરી રહ્યા છીએ. અમારા પીડિત પરિવારની એક જ વેદના છે કે અમને માત્ર ન્યાય અપાવો.

લાશો પર રાજકારણ નહીં

ચતુરભાઈ વસોયાએ કહ્યુ કે, અમારી એક જ માગ છે અને તે ન્યાયની માગ છે. અમને કોઈ પ્રલોભનમાં પડવું નથી. ન્યાય યાત્રાના નામે અમને ફોન આવે છે. રાહુલ ગાંધી સુરતમાં ઘણીવાર આવ્યા છે. ત્યારે અમને મળ્યા નથી. લાશો પર રાજકારણ કરવાનુ નથી. અમારી લડત ચાલુ છે. ચાલુ રહેશે. અમે યાત્રામાં જોડાવાના નથી. આવા ધતિંગ બંધ કરીને સપોર્ટ કરવામાં આવે તેવી જ અમારી માગ છે.

આ સમાચાર શેર કરો