મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં પરપ્રાંતિયોના અનામતના અધિકારો સામે તરાપ લાગતા આંદોલન, માઈનોરિટી સમાજના અચોક્કસ મુદ્દતના ધરણાં 

ગુજરાત રાજયમાં વર્ષોથી વસતા પરપ્રાંતીય SC/ ST/OBC સમાજના વિદ્યાર્થીઓને જાતી પ્રમાણ પત્ર,શિક્ષણ ત

ગુજરાતમાં પરપ્રાંતિયોના અનામતના અધિકારો સામે તરાપ લાગતા આંદોલન, માઈનોરિટી સમાજના અચોક્કસ મુદ્દતના ધરણાં 

ગુજરાત રાજયમાં વર્ષોથી વસતા પરપ્રાંતીય SC/ ST/OBC સમાજના વિદ્યાર્થીઓને જાતી પ્રમાણ પત્ર,શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણે બક્ષેલા “અનામત"ના મૌલીક અધિકારો પર તરાપ લગાવવામાં આવી છે. તેવા રોષ સાથે માઈનોરિટી સમાજ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગાંધીજીની જન્મ જયંતિથી આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યાં છે. જે અચોક્કસ મુદ્દત સુધી શરૂ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

લાભોથી વંચિત

સુરત શહેર જીલ્લા અને સમગ્ર ગુજરાત રાજયમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ માઈનોરીટી સમાજે કહ્યું કે,અમે છેલ્લા ૪૦ - ૪૫ વર્ષોથી સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીએ છીએ.મજુરી - નોકરી - ધંધો વેપાર કરી પોતાના પરિવારનું જીવન ગુજરાણ ચલાવીએ છીએ. ગુજરાતને જ પોતાની કર્મ અને જન્મ ભુમી બનાવેલ છે. હાલ બીજી ત્રીજી તથા પીઢી ચાલી રહી છે.ત્યારે  બંધારણીય હકકો અધિકારોથી વંચીત રાખવાનો પ્રયાસ થયો છે. કારણ હમારા બાળકોને જાતી પ્રમાણપત્ર નહી મળતા હોવાના લીધે, શિક્ષણ તથા નોકરીમાં મળતા અનામતના લાભોથી અમો લોકો વંચીત રહેતા આવીએ છીએ.

આંદોલન યથાવત રાખવાની ચીમકી

રાજય સરકાર સમસ્ત માંગણી છે કે, જાતી પ્રમાણ પત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનું ઠરાવેલ છે. આ શરત/ માપદંડ/ ધોરણના કારણે SC/ST/OBC સમાજના લોકોને ગુજરાત રાજયનું જાતી પ્રમાણ પત્ર મેળવવામા અને અનામતના સંવિધાનીક અને મૌલીક અધિકારોનો લાભ મેળવવા પારાવાર મુશ્કેલીઓ પડે છે. જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચીત રહી જાય છે. માટે આ શરતના માપદંડની તારીખોનો ફેરફાર કરવા માંગણી કરીએ છીએ અમો SC/ST/OBC અને માઈનોરીટી સમાજના લોકો પરપ્રાંતીય નથી પરંતુ ગુજરાત રાજયના કાયમી રહેવાસી છીએ. અમારી પાસે ગુજરાત રાજયનું ડોમીસાઈલ પ્રમાણ પત્ર, રેશન કાર્ડ, ચુટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે જેવા દસ્તાવેજી પુરાવાઓ છે. જેના આધારે લાભ મળે જો એમ નહીં થાય તો આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખવામાં આવ્યાં છે.

આ સમાચાર શેર કરો