મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં મિત્રતાને લાંછન લગાવતો કિસ્સો, મિત્રના મોત બાદ તેનો ફોન ચોરી આ રીતે લગાવ્યો 3 લાખનો ચૂનો

ઈન્ટરનેટના સ્માર્ટ યુગમાં હવે ચોરી તિજોરી તોડીને નહીં પરંતુ,

સુરતમાં મિત્રતાને લાંછન લગાવતો કિસ્સો, મિત્રના મોત બાદ તેનો ફોન ચોરી આ રીતે લગાવ્યો 3 લાખનો ચૂનો

ઈન્ટરનેટના સ્માર્ટ યુગમાં હવે ચોરી તિજોરી તોડીને નહીં પરંતુ, ફોનના પાસવર્ડ જાણીને થતી હોવાનું સામે આવે છે. સુરતમાં મિત્રએ જ તેના પરિવારને લગાવેલો ચુનો સ્માર્ટ ફોનના યુગમાં સંબંધોમાં શ્રેષ્ઠ મનાતા મિત્રતાના સંબંધને લાંછન લગાવ્યું છે. મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને શાંત્વના આપવાની જગ્યાએ બારમાની વિધીમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટ ફોન ચોરી લીધો હતો. બાદમાં તેમાંથી જે રીતે રૂપિયાની સ્માર્ટ ચોરી થઈ તે જાણીને સૌ કોઈ ચોંકી ગયું હતું.

શોકની જગ્યાએ કરી ચોરી

નાના વરાછા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી. આ બીમારીમાં તેનું મોત નીપજ્યું હતું. જેથી તેની વિધીમાં નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો. પરિવારની સાથે હરહંમેશ રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાતો શેર કરતા હતાં. પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને બારમાની વિધીમાં પરિવાર વ્યસ્ત હતું. તે દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટ ફોન ચોરી લીધો હતો. શોકની વિધીમાં કોઈને ફોન યાદ આવ્યો નહોતો. પરંતુ પીઠમાં ખંજર ભોંકનાર સંદીપ દેસાઈ ફોન લઈને નાસી ગયો હતો. 

ઓનલાઈન રૂપિયા તફડાવ્યા

આરોપી સંદીપ ગજેરાને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના યૂપીઆઈ પીન તથા પાસવર્ડ અગાઉથી જાણી લીધેલા હતાં. જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે 3 લાખ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી ચોરી લીધા હતાં. આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઈ એફઆઈઆર દાખલ કરાવી હતી. જેથી કાપોદ્રા પોલીસે મોબાઈલ ઘરફોડની તથા તે મોબાઈલ મારફતે 3 લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દામાલના 3 લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો