BHARUCH : પત્નીની આત્મહત્યા બાદ પતિએ પુત્રની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો
Bharuch News : ભરૂચમાં રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના ઘટી છે, જેમાં પત્નીની આત્મહત

Bharuch News : ભરૂચમાં રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના ઘટી છે, જેમાં પત્નીની આત્મહત્યા બાદ પતિએ પુત્રની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ ભરૂચની રેલવે કોલોનીમાં રહેતા એક પરિવાર ગઈકાલે રાત્રે કોઈ અગમ્ય કારણોસર તકરાર થઈ હતી. આ ઘટના બાદ પરિવારમાંથી પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પોતાની પત્નીએ આત્મહત્યા કર્યા બાદ તેના પતિએ રોષે ભરાઈને પોતાના પુત્રની હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે આ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. સામુહિક આપઘાતની આ ઘટનાના સમાચાર સમગ્ર ભરૂચ શહેરમાં વાયુવેગે ફેલાઈ ગયા છે. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.
આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો
આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો જ્યારે પતિનો મૃતદેહ ભરૂચ અંકલેશ્વર રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો.
આ ચકચારી ઘટનામાં ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો, ત્યાર બાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુંકાવ્યું હતું.
આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો જેમાં તમામ હકીકત દર્શાવી હતી જેના પગલે તેના પિતા અને આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો.
બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ રેલવે પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
આ મામલામાં મૃતક તૃપલના અન્ય ઈસમ સાથે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જતીને અંતિમ પગલા પૂર્વે પિતા અને ભાઈને મોકલેલ વોટ્સએપ મેસેજમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે.જતીનની પત્નિ તૃપલના આડા સબંધ બાબતે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
ગતરોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યાર બાદ પતિએ પુત્રની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે.જે બદબ જાતે પણ રેલવે ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલુ કરી કરી લીધું હતું.








