રાજકોટ સિવિલમાં ઉંદરો બાદ હવે વંદાનો ત્રાસ, વિડીયો વાઈરલ થતાં સુપ્રિટેન્ડન્ટનું નિવેદન
સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલ દર બ

સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલ દર બીજા ત્રીજા દિવસે વિવાદોમાં આવતીઓ રહેતી હોય છે. ત્યારે થોડા દિવસ અગાઉ જ હોસ્પિટલમાં ઊંદરો ફરતા હોવાના વિડીયો વાઇરલ થયો હતો. તેવામાં હવે વંદાના ત્રાસનો વિડીયો વાઇરલ થયો છે.
ઉંદરો ફરતા હોવાનો વિડીયો પણ થયો હતો વાઈરલ
થોડા સામે પહેલા જ રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલમાં ઉંદરો ફરતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જે વાઇરલ થતાં જ તંત્ર દોડતું થયું હતું અને ઉંદર પકડવા માટે પાંજરા મૂકી ઉંદર પકડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓ ઉંદરનાં ત્રાસથી પરેશાન છે.
હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ
હોસ્પિટલમાં હવે ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ જોવા મળ્યો છે. જેનો વિડીયો દર્દીના સગાઓ દ્વારા વિડીયો વાઇરલ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી સૌરાષ્ટ્રભારમાંથી દર્દીઓ પોતાની સારવાર માટે આવતા હોય છે. જેમાં સૌથી વધુ પ્રસુતિ માટે મહિલાઓ અહીં આવે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવે છે. હોસ્પિટલમાં ઉન્ડરોના ત્રાસથી ખાસ કરીને મહિલાઓ અને બાળકો વધુ પરેશાન થાય છે.
નીચે ભૂગર્ભ ગટર હોવાના કારણે તેમાંથી વંદા હોસ્પિટલમાં આવતા હોવાની વાત સામે આવી છે. હોસ્પિટલના તંત્રને અનેક રજૂઆતો બાદ પણ કોઈ પણ પગલું ન લેવાતા દર્દીના સગા દ્વારા હોસ્પિટલમાં વંદાના ત્રાસનો વિડીયો વાઇરલ કરાયો.
વિડીયો વાઇરલ થતાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું નિવેદન
વિડીયો વાઇરલ થયા બાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મોનાલી માકડીયાનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું, “અમને આ બાબતની જાણકારી હતી. પેસ્ટ કંટ્રોલ પણ કરવામાં આવી છે. આજે પણ સ્પ્રે કરવામાં આવ્યું છે. આના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ પણ અમે આપી દીધો છે પરંતુ એજન્સીએ હજુ કામ ચાલુ કર્યું નથી. વહેલામાં વેહલી તકે ત્યાં ફરી છંટકાવ કરવામાં આવશે.”








