મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ મતદાન કરવા પણ ન ફરક્યા, કોંગ્રેસી નેતાઓએ આપી હતી ચીમકી

લોકસભા ચૂંટણીમાં સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભાજપન

નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ મતદાન કરવા પણ ન ફરક્યા, કોંગ્રેસી નેતાઓએ આપી હતી ચીમકી

લોકસભા ચૂંટણીમાં સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ  બિનહરીફ જાહેર થયા હતા. પરંતુ સમગ્ર નાટકીય ઘટનાના મુખ્ય પાત્ર સમાન નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા હતા. તમામને એમ હતું કે, ફોર્મ રદ્દ થયા બાદ ભૂગર્ભમાંથી કુંભાણી બહાર આવીને મતદાન કરશે. જો કે, કુંભાણી કે તેમના પત્ની કે કોઈ પરિવારના સભ્યો મતદાન કરવા ફરક્યા નહોતા. કુંભાણીને આ અગાઉ કોંગ્રેસના નેતા અને મીડિયા કન્વીનર કલ્પેશ બારોટે ધમકી આપી હતી.

પોલીસ કાફલો ગોઠવાયો હતો

નિલેશ કુંભાણી સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી નિવાસી શાળામાં નિલેશ કુંભાણી અને તેના પરિવારનું મતદાન આવતું હતું. જો કે, નિલેશ કુંભાણી મતદાન મથકે આવે તેવી શક્યતા હોવાથી પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો હતો. સાંજ સુધી લોકો અટકળો લગાવી રહ્યાં હતાં. જો કે, કુંભાણી પ્રગટ નહોતા થયાં. જાણે કોંગ્રેસની ચીમકીથી ડરી ગયા હોય તેવો ઘાટ સર્જાયો હતો.

ધમકી અપાઈ હતી

કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેટર કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને ખુલ્લી ધમકી આપતાં કહ્યું હતું કે, કુંભાણી બારડોલી લોકસભા ખાતે મતદાન કરવા જવાના છે એવી માહિતી મળી છે. નિલેશ કુંભાણી તારામાં જેટલી તાકાત હોય, જેટલું રક્ષણ લેવુ હોય એટલું લઈ લે. સુરતના કોગ્રેસના કાર્યકર્તા સહિત સુરતના મતદારો સામેની ગદ્દારીનું યોગ્ય વળતર આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો