મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગરબા બાદ થર્ટી ફર્સ્ટે સુરતમાં યુવાનોને ગીત-સંગીતના તાલે ઝૂમવા મજબૂર કરશે બોલીવૂડ સિંગર પૂર્વા મંત્રી

નવરાત્રિમાં એનર્જેટિક સ્ટાર પૂર્વા મંત્રીના તાલે ઝૂમવા ખેલૈયાઓ થનગનતા હોય છે. ત્યારે સુરતમાં

ગરબા બાદ થર્ટી ફર્સ્ટે સુરતમાં યુવાનોને ગીત-સંગીતના તાલે ઝૂમવા મજબૂર કરશે બોલીવૂડ સિંગર પૂર્વા મંત્રી

નવરાત્રિમાં એનર્જેટિક સ્ટાર પૂર્વા મંત્રીના તાલે ઝૂમવા ખેલૈયાઓ થનગનતા હોય છે. ત્યારે સુરતમાં સૌ પ્રથમવાર થર્ટી ફર્સ્ટની રાતે યુવાધનને નચાવવા પૂર્વા મંત્રી આવવાની છે. જેના માટે પૂર્વા મંત્રીએ પોતાની સ્ટાઈલમાં એક શો ડિઝાઈન કર્યો છે. જેમાં તેણીએ ગુજરાતી-હિન્દી ગીતોને પોતાના ફ્યુઝનમાં સેટ કર્યા છે. 

વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરની ઉજવણી સૌ કોઈ યાદગાર રીતે કરતું હોય છે. ત્યારે સુરતમાં આ વખતે નવા વર્ષની વધામણી કરવા જે બી આર એન્ટરટેનમેન્ટ દ્વારા સ્ટેરી નાઈટનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યું છે. એરપોર્ટની સામે આવેલા વાય પી ડી એસી ડોમ ખાતે ઉજવણી થશે.જેનીલ ગોયાણીએ કહ્યું કે, આ ડોમ 72,000 સ્ક્વેર ફૂટથી વધુના એરિયામાં 15,000 થી વધુની કેપેસિટી ધરાવે છે. 2500 થી વધુ ફોરવ્હીલર 3000થી વધુ ટુવ્હીલર બાઇક પાર્કિંગ ક્ષમતા છે. 100% ટકા ફાયર સેફ્ટી, ઇમર્જન્સી સર્વિસ, બાઉન્સર સિક્યુરિટી સાથે સાથે પોલીસ ટીમ અને મેડિકલ ટીમ સાથેના આ ઇવેન્ટમાં સુરતીઓ 100% ટકા સુરક્ષિત વાતાવરણ અનુભવશે.

પૂર્વા મંત્રીએ કહ્યું કે, મને લોકો એનર્જેટિક સિંગર તરીકે ઓળખે છે. પરંતુ આ એનર્જીનું કારણ દર્શકોનો પ્રેમ છે. મને અલગ અલગ સ્ટાઈલમાં ગીતો ગાવા ગમે છે. સાથે જ સુરત સાથે ઘણો જૂનો નાતો હોવાથી ઘરે  આવી હોવ તેવું લાગે છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપનો વિજય થયો છે. જેથી એવું લાગે છે કે, મુંબઈ અને મહારાષ્ટ્રને આ સરકાર નવી ઉંચાઈ પર લઈ જશે. તેમને ખૂબ ખૂબ શુભકામના સાથે જ મને ગર્વ છે કે, વડાપ્રધાને લખેલા ગીત ગાવાનો મોકો મને મળ્યો. આટલા બધા લોકોની વચ્ચેથી મોદીજીએ મને ગીત ગાવા પસંદ કરી તેના માટે પણ હું તેનો આભાર માનું છે.

આ સમાચાર શેર કરો