મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોલકાતા કાંડમાં તબીબો બાદ ABVP આવ્યું મેદાનમાં, નર્મદ યુનિવર્સિટી સામે મમતા સરકાર હાય હાયના લગાવ્યા નારા

કોલકાતામાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તે

કોલકાતા કાંડમાં તબીબો બાદ ABVP આવ્યું મેદાનમાં, નર્મદ યુનિવર્સિટી સામે મમતા સરકાર હાય હાયના લગાવ્યા નારા

કોલકાતામાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તેણીની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. છેલ્લા પાંચેક દિવસથી તબીબો આંદોલન ચલાવી રહ્યાં છે. ત્યારે આ આંદોલનમાં આજે એબીવીપીએ પણ ઝંપલાવ્યું છે. આજે સુરતની વીર નર્મદ યુનિવર્સિટી સામે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.પૂતળા દહન કરાય તે અગાઉ પોલીસે પેટ્રોલ સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી.

કડક સજાની માગ

સુરતમાં તબીબો બાદ હવે એબીવીપી મેદાનમાં આવ્યું છે. વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ABVP દ્વારા દેખાવો કરવામાં આવ્યાં હતાં. મમતા સરકાર હાય હાયના નારા લગાવ્યા હતાં. એબીવીપી દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આરોપીને કડકમાં કડક સજા કરવા માંગ કરવામાં આવી રહી છે.

પરિવારને ન્યાય મળે તેવી માગ

એબીવીપીના નેતાએ કહ્યું કે, મમતા સરકારના રાજમાં બંગાળમાં હાલ ભારે હિંસા ફેલાઈ છે. અત્યાચારો વધી રહ્યાં છે. તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેથી વિદ્યાર્થી સંગઠનના નાતે અમે અમારી જ વિદ્યાર્થીની ડોક્ટરને ગુમાવી છે. ત્યારે અમે તેમના પરિવારને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા મળે તે માગ સાથે આંદોલન કરી રહ્યા છીએ.

આ સમાચાર શેર કરો