માંગરોળ ગેંગરેપ કેસમાં આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં ધકેલાયા લાજપોર જેલ, આઠેક દિવસમાં કોર્ટમાં રજૂ થઈ શકે છે ચાર્જશીટ
ચકચારી સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં આરોપી રાજુ અને મુન્નાના રિમાન્ડ પૂર્ણ થતા તેમને સુરત ગ્

ચકચારી સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં આરોપી રાજુ અને મુન્નાના રિમાન્ડ પૂર્ણ થતા તેમને સુરત ગ્રામ્ય પોલીસ કોર્ટમાં લઈને આવી હતી. જો કે, વધુ રિમાન્ડ ન માગતા બંને આરોપીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ જઘન્ય અપરાધ કરનાર બંને આરોપીઓને કઠોર સજા થાય અને પીડિતાને ઝડપી ન્યાય મળે આ માટે પોલીસ ટૂંક સમયમાં ચાર્જશીટ પણ કોર્ટમાં મૂકશે.
ચાર્જશીટ ઝડપથી થશે
આર.આર.સરવૈયાએ કહ્યું કે, આરોપીઓને કોર્ટે લાજપોર જેલમાં મોકલી આપ્યા છે. આ કેસ અલગ અલગ ટીમો બનાવીને પોલીસે તપાસ શરૂ કરી છે. દિવાળી પહેલા પોલીસ આ મામલે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરશે. તારીખ 23 અથવા તો 24 ઓક્ટોબરના રોજ પોલીસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી શકે છે. વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીનો રિપોર્ટ આવતાની સાથે જ પોલીસ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે.
શું હતી ઘટના
આરોપીઓએ તરુણ અને સગીરા બંનેનાં કપડાં ઊતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા. આ ફોટો વાઇરલ કરવાની નરાધમોએ ધમકી આપી હતી. સગીરાને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જોકે જે-તે સમયે તરુણ અને સગીરા બંને નરાધમોને વશ થયાં નહોતાં. ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતાં આરોપીઓએ તેને પકડી લીધી હતી. બાદમાં શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો.








