મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં ખેડૂતો સામે પાસા બાદ હવે લેન્ડ ગ્રેબિંગ એક્ટથી કાર્યવાહી

ખેડૂતો જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ - લીંબડીમાં ખેડૂતએ સરકારી જમીન ઉપર જુવાર અને કપા

સુરેન્દ્રનગરમાં ખેડૂતો સામે પાસા બાદ હવે લેન્ડ ગ્રેબિંગ એક્ટથી કાર્યવાહી

ખેડૂતો જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ - લીંબડીમાં ખેડૂતએ સરકારી જમીન ઉપર જુવાર અને કપાસના પાક નું વાવેતર કરતાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા સિંચાઈ માટે ખેડૂતો પાણી લેતા હતા ત્યારે તેમની સામે પાસા એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત સામે લેન્ડ ગ્રેબિંગ અંગેનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ચકાભાઇ સોડલા નામનો ખેડૂત સરકારી જમીન ઉપર જુવાર તથા કપાસનો સીજનેબલ પાકનું વાવેતર કરતો હતો.

ત્યારે આ મામલે મામલતદાર તેમજ તંત્રની ટીમ દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જમીન ઉપર બિનઅધિકૃત રીતે કબજો કરી જુવાર તથા કપાસ જેવા પાકનું વાવેતર કરવા બદલ તેની સામે લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેના વિરૂદ્ધ માં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

પરંતુ મોટી વાત એ છે કે કરોડો રૂપિયાની કીમતી જમીનો ઉપર માથાભારે તત્વો અડ્ડો જમાવી લે છે સરકારી જમીન ઉપર પણ કબજો જમાવી લઈ. ત્યારબાદ તેનો ઉપયોગ કરે છે ત્યારે તેમની ઉપર અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી નથી થતી. ત્યારે આવા નાના ખેડૂત કે જે પોતાના પેટ માટે અને પોતાના પરિવારના જીવન ધોરણ માટે જુવાર તથા કપાસનું સરકારી જમીન ઉપર વાવેતર કર્યું તેવા ખેડૂત સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરતા ખેડૂત બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે. આ અંગે ખેડૂત આગેવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે..

આ સમાચાર શેર કરો