મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેવડિયામાં 2 આદિવાસી યુવાનોને મોત ઘાટ ઉતારાતા સમાજના લોકોએ કર્યો સૂત્રોચ્ચાર, નિષ્પક્ષ તપાસની માગ

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 2 આદિવાસી યુવાનોને માર મારી મોતને ઘાટ ઉતર્યા

કેવડિયામાં 2 આદિવાસી યુવાનોને મોત ઘાટ ઉતારાતા સમાજના લોકોએ કર્યો સૂત્રોચ્ચાર, નિષ્પક્ષ તપાસની માગ

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 2 આદિવાસી યુવાનોને માર મારી મોતને ઘાટ ઉતર્યા હોવાથી આદિવાસી સમાજના લોકોએ કેવડીયા કોલોનીના રામ ચોક ખાતે સૂત્રોચ્ચાર કરીને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ હતુ. સાથે જ સમગ્ર બનાવને પગલે નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી હતી. 

શોક પ્રગટ કરીને આવેદનપત્ર

બે યુવાનોના મોતના પગલે આદિવાસી સમજે આદિવાસી દિવસની ઉનજણી મોફૂક રાખી હતી. કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી બહારના લોકો આવીને આદિવાસી સમાજનું શોષણ કરી રહ્યા છે. જેથી આગામી 13 તારીખે સમગ્ર રાજ્યમાંથી આદિવાસી સમાજના લોકો કેવડીયા ખાતે ભેગા થશે અને શોક પ્રગટ કરીને આવેદન પત્ર આપશે.

નિષ્પક્ષ કામગીરીની માગ

આદિવાસી સમાજના યુવાનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી સરકાર સામે આંદોલન કરશે. આદિવાસીઓએ એક સૂરમાં જણાવ્યું હતું કે, પોલીસે નિષ્પક્ષ કામગીરી કરવી જોઈએ. આદિવાસી યુવાનોને સ્થાનિક કક્ષાએ કામગીરી મળવી જોઇએ.

આ સમાચાર શેર કરો