મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણામાં જીરું વરિયાળીમાં ભેળસેળ મુદ્દે લાલઘૂમ થયેલા નારાયણ કાકાએ લગાવ્યા ગંભીર આક્ષેપો

નકલી ખાદ્ય ખોરાકીની બનાવટો વિશે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. એવામાં પૂર્વ મંત્રી અને ઉંઝ APMC ન

મહેસાણામાં જીરું વરિયાળીમાં ભેળસેળ મુદ્દે લાલઘૂમ થયેલા નારાયણ કાકાએ લગાવ્યા ગંભીર આક્ષેપો

નકલી ખાદ્ય ખોરાકીની બનાવટો વિશે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. એવામાં પૂર્વ મંત્રી અને ઉંઝ APMC ના પૂર્વ ચેરમેન નારાયણ પટેલે જેમાં જીરું વરિયાળીમાં ભેળસેળ મુદ્દે લાલઘૂમ થયેલા નારાયણ કાકાએ ગંભીર આક્ષેપો લગાવ્યા અને પ્રથમવાર સણસણતું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો : ઉંઝા APMCની ચૂંટણી બાદ જિલ્લા ભાજપ પ્રમુખે આપ્યું ચર્ચાસ્પદ નિવેદન

તેમણે કહ્યું કે, ઉંઝા APMC નું અસ્તિત્વ આવ્યું ત્યારે મર્યાદિત વેપાર અને વેપારીઓ હતા. જેમ જેમ વેપાર વધ્યો તેમ વિદેશમાં એક્સપોર્ટ વધ્યું હતું. જે લોકોને એક્સપોર્ટનું કામ નહોતું ચાલતું તે લોકો ભેળસેળ તરફ વળ્યા અને પૈસા કમાનવા જીરુ વરિયાળીમાં ભેળસેળ કરવા લાગ્યા. તેમણે વધુમાં ઉમેર્યું કે, મારા 14 વર્ષના શાસનમા ભેળસેળ વાળી જીરું વરિયાળી બાળી નાખવામાં આવતું હતું. આવા લોકોએ ફૂડ વિભાગને અરજી કરી અને ફૂડ વિભાગે મને કહ્યું કે,  તમને સત્તા નથી એટલે તમે કશું કરી ન શકો એટલે વાતાવરણ તે વેપારીઓ તરફી થયેલું.

આ પણ વાંચો : PMJAY કાર્ડની લિમિટ પુરી થતાં ખાનગી હોસ્પિટલે વધુ સારવારની ના પાડી, આખરે વૃદ્ધનું મોત

ફૂડ વિભાગ દરોડા કરી ફેકટરીઓમાં માલ પકડે છે. હું એમ પૂછું છું કે પકડેલ માલનો નાશ થયો હોય તો મને પ્રૂફ બતાવો. આજ સુધી ભેળસેળવાળા કેસમાં સજા થઈ હોય તો હું એમને ઈનામ આપીશ.

આ સમાચાર શેર કરો