PMJAY કાર્ડની લિમિટ પુરી થતાં ખાનગી હોસ્પિટલે વધુ સારવારની ના પાડી, આખરે વૃદ્ધનું મોત
અમદાવાદ શહેરમાં નરોડાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વૃદ્ધને સારવાર માટે નરોડા

અમદાવાદ શહેરમાં નરોડાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વૃદ્ધને સારવાર માટે નરોડાની શેલ્બી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ડૉક્ટરની બેદરકારીને કારણે સારવાર બાદ વૃદ્ધ વ્યક્તિની તબિયત વધુ લથડી અને આખરી તેઓ મૃત્યુ પામ્યા.
દુર ગામથી એક ગરિબ પરિવાર 62 વર્ષિય વ્યક્તિને સારવાર અર્થે નરોડા વિસ્તારમાં 8 નવેમ્બરના રોજ શેલ્બી હોસસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન જરુરી પડતા સૌ રિપોર્ટ કરવામાં આવ્યા અને રિપોર્ટ સારા આવતા આધેડનું 12 નવેમ્બરે ઑપરેશન કરવામાં આવ્યું. ઓપરેશનના ત્રણ કલાક બાદ બાદ જ્યારે પરિવારજનોએ દર્દીની મુલાકાત લીધી તો તેમનું સ્વાસ્થ્ય થોડું વધારે નાજુક લાગ્યું અને સ્થિતિ બગડતી હોવાનું માલૂમ પડ્યું. અન્ય રિપોર્ટ કાઢતાં 48 કલાક બાદ ડોક્ટરને ખબર પડી કે દાદાની કિડની અને લીવરમાં તકલીફ છે અને દાદાને મગજનો લકવો થઇ ગયો છે.
આ પણ વાંચો : PMJAY ડિલિવરી સ્કેમ: ડૉક્ટરોએ વધુ પૈસાની લાલચમાં 6151 સિઝેરિયન પ્રસુતી કરાવી હોવાનો આરોપ
ત્યારબાદ હોસ્પિટલ દ્વારા આ અંગે તપાસ કરતા દર્દીના PMJAY કાર્ડની લિમિટ પુરી થઇ ગયું હોવાનું સામે આવ્યું. જેથી પ્રાઈવેટ હોસ્પિટલે કહ્યું કે, અમારે ત્યાં સારવાર માટે પૈસા થશે જેથી તેમને બીજા કોઈ ડોકટર કે હોસ્પિટલને રેફર કરી અન્ય જગ્યાએ સારવાર કરાવી લેવાનું જણાવ્યું. તો દર્દીના પરિવારે કહ્યું કે અમારી આર્થિક સ્થિતિ સારી નથી પરંતુ હોસ્પિટલ તેમની એક વાત ન માની. જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહેલા વૃદ્ધનું આખરે મૃત્યુ થયું.
પરિવારજનોનો આક્ષેપ છે કે દાદાનું મોત શેલ્બી હોસ્પિટલમાં ડૉક્ટરની ભુલને કારણે થયું છે. તેઓએ અન્ય ડોક્ટર્સને પણ ફાઈલ બતાવી હતી તો તે ડોકટરે જણાવ્યું કે ડોક્ટરની ભૂલના કારણે દાદાનું મોત થયું છે. ગરીબ પરિવાર શેલ્બી હોસ્પિટલ વિરુદ્ધ ન્યાયની માંગણી માટે રસ્તા પર રઝળી રહ્યું છે. કુટુંબજનો દ્વારા પોલીસને અરજી કરવામાં આવી.






