મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંકલેશ્વરમાં જાહેરમાં તલવારથી કેક કાપી બેર્થડે ઉજવનાર સામે કાર્યવાહી, ગડખોલ ગામના યુવકની ધરપકડ કરી

જાહેરમાં ઉજવણી કરીને લોકોને ભયમાં મૂકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં અંકલેશ્વરમાં એક યુવાને

અંકલેશ્વરમાં જાહેરમાં તલવારથી કેક કાપી બેર્થડે ઉજવનાર સામે કાર્યવાહી, ગડખોલ ગામના યુવકની ધરપકડ કરી

જાહેરમાં ઉજવણી કરીને લોકોને ભયમાં મૂકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં અંકલેશ્વરમાં એક યુવાને સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચમાં તલવાર વડે કેક કાપીને વીડિયો વાયરલ કર્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરતાં યુવાનની ધરપકડ કરી છે.

તલવારથી કેક કાપી

શહેરની બી ડિવિઝન પોલીસે ગડખોલ ગામની મીઠા ફેક્ટરી પાસે આવેલ રાધે કૃષ્ણા રેસિડેન્સીમાં રહેતા મણકુમાર સિંહની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી તલવાર પણ જપ્ત કરી છે અને તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

જાહેરનામાનો ભંગ

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અનેક લોકો જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી દરમિયાન તલવારથી કેક કાપીને રોફ જમાવતા હોય છે. આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમ છતાં આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો