મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતની SVNIT કોલેજમાં રેગિંગ કે રમત ? બર્થ ડે બોયને સિનિયર વિદ્યાર્થીએ પટ્ટાથી માર્યો માર

સુરતના પીપલોદમાં આવેલી એસવીએનઆઈટી કોલેજ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે આ વખતે જેનો જન્મદિવસ હતો ત

સુરતના પીપલોદમાં આવેલી એસવીએનઆઈટી કોલેજ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે આ વખતે જેનો જન્મદિવસ હતો તેવા વિદ્યાર્થીને પટ્ટાથી માર મરાયો હોવાના વીડિયો સામે આવ્યાં છે. પટ્ટા મારનાર સિનિયર વિદ્યાર્થીએ કહ્યુ કે, રડીશ નહી ને..ત્યારે માર સહન કરનાર વિદ્યાર્થીએ ના પાડી હતી. સાથે જ બેસી જવા માટે પણ કહ્યું હતું. પરંતુ વિદ્યાર્થી નીચે ન બેસતા તેને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો. એસવીએનઆઈટીના ડિરેક્ટરે કહ્યું કે, આ રમત નથી પરંતુ એક પ્રકારનું રેગિંગ જ છે. તેની કમિટી બનાવીને તપાસ કરવામાં આવશે. હાલ કોઈ પગલાં લેવાયા નથી. ઘટનાને જોઈ રહેલા અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું, SVNITમાં બર્થ-ડે અને પ્લેસમેન્ટની ઉજવણીમાં પટ્ટા મારવા એ એક પ્રકારનો રિવાજ બની ગયો છે.

આ પણ વાંચોઃ સુરતમાં કેમિકલ ઠાલવવાના નામે ટોળકી ઉઘરાવતી રૂપિયા, ઈન્ડસ્ટ્રીઝના માલિકોને લેવાતા હતા નિશાને

આ સમાચાર શેર કરો