Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : gangs were collecting money in the name of dumping chemicals

સુરતમાં કેમિકલ ઠાલવવાના નામે ટોળકી ઉઘરાવતી રૂપિયા, ઈન્ડસ્ટ્રીઝના માલિકોને લેવાતા હતા નિશાને

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2025
લાઇવ ટીવીGoogle News
સુરતમાં કેમિકલ ઠાલવવાના નામે ટોળકી ઉઘરાવતી રૂપિયા, ઈન્ડસ્ટ્રીઝના માલિકોને લેવાતા હતા નિશાને

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ધમધમતી ઈન્ડસ્ટ્રીઝમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાને લઈને અવારનવાર કૌભાંડ સામે આવતાં રહે છે. ત્યારે સચિન વિસ્તારમાં ચાલતા ઇન્ડસ્ટ્રીઝનાં માલિકને કેમિકલ ઠાલવના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 5 કરોડની ખંડણીનો મામલો સામે આવ્યો છે. જેમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. આ આરોપીઓની તપાસમાં ઈન્ડસ્ટ્રીઝના માલિકોને નિશાને લઈને કાયદેસર રીતે ધમકાવી રૂપિયા ઉસેટી લેવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. જેની હાલ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

App Store

આ પણ વાંચોઃ સુરતમાં મેટ્રોના કારણે બંધ રસ્તા વચ્ચે નિર્ણય, બોર્ડના સ્ટુડન્ટ્સ ક્યુઆર કોડ સ્કેન કરીને મેળવી શકશે પરીક્ષા કેન્દ્રનું લોકેશન

ઉદ્યોગપતિઓને બ્લેકમેલ કરાતા

પકડાયેલા આરોપી અજય ત્રિવેદી અને તેજશ પાટીલ ઉદ્યોગપતિઓને હેરાન કરવાની યોજનામાં સંડોવાયેલા હતા. તેઓ માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ GPCB પાસેથી ઉદ્યોગોને લગતી માહિતી એકત્ર કરતા હતાં. પછી આ માહિતીના આધારે ઉદ્યોગપતિઓને બ્લેકમેલ કરીને ખંડણી ઉઘરાવવાનો પ્રયત્ન કરતા હતાં.બંન્ને આરોપીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આરોપીઓના ઘરમાંથી કેટલીક ફાઇલો પણ મળી આવી હતી.

ટોળકીમાં પત્રકારો સામેલ હોવાની આશંકા

આરોપીઓ પાંડેસરા અને સચિન જીઆઇડીસીનાં અનેક મિલ માલિકોના પેપરો મળી આવ્યા હતાં. જેમાં અન્ય બેથી ત્રણ મિલ માલિકો પાસેથી પણ બંને આરોપીઓ દ્વારા લાખ રૂપિયાની ખંડણી લેવામાં આવી છે. તે મિલ માલીકોને ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતાં. તેઓને આરોપીય વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત ગુજરાત પ્રદૂષણ બોર્ડમાં પણ બંને આરોપીઓ દ્વારા કયા મીલ માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ સાથે અન્ય કેટલાક પત્રકારો પણ હોઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સમગ્ર મામલે આરોપી અજય રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર પાટીલને નામદાર કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.