મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત ગુરુકુળના વિદ્યાર્થીઓની સિધ્ધિ, 100 મીટર ફાસ્ટેટ બેકવર્ડ સ્કેટીંગમાં સર્જ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ

પેરિસ ઓલિમ્પિકની પૂર્ણાહૂતી થઈ છે. અનેક નવા રેકોર્ડ સર્જાયા છે.

સુરત ગુરુકુળના વિદ્યાર્થીઓની સિધ્ધિ, 100 મીટર ફાસ્ટેટ બેકવર્ડ સ્કેટીંગમાં સર્જ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ

પેરિસ ઓલિમ્પિકની પૂર્ણાહૂતી થઈ છે. અનેક નવા રેકોર્ડ સર્જાયા છે. રમતોને ભારે પ્રોત્સાહન મળ્યુ છે. ત્યારે સુરતના વિદ્યાર્થીઓએ પણ રમત ગમતમાં અનેરી સિધ્ધિ મેળવી છે. ગુરુકુળના પાંચ વિદ્યાર્થીઓઅ 100 100 મીટર ફાસ્ટેટ બેકવર્ડ સ્કેટીંગમાં સર્જ્યો ગિનિઝ બૂકનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. ત્યારે સફળતાનો શ્રેય મેળવનારા વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતાં.

પાંચ વિદ્યાર્થીઓની સિધ્ધિ

78માં સ્વાતંત્ર્ય પર્વે વર્લ્ડ રેકોર્ડ કરનાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓને મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ  પ્રોત્સાહિત કરી આશીર્વાદ પાઠવ્યા હતા.ગુરૂકુલ વિદ્યાલયના પાંચ વિદ્યાર્થીઓ શ્રી દોંગા ધ્રુવ રૂપેશભાઈ -10C,પાઘડાળ મિલાપ નિલેશભાઈ-10 G,સાકરીયા વેદ વિપુલભાઈ-9D,કીકાણી યુગ અશોકભાઈ -8G,નારોલા મોક્ષ વિપુલભાઈ-8Fએ 100 મીટર ફાસ્ટેટ બેકવર્ડ સ્કેટીંગમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.

સફળતાના સહભાગી નવાજાયા

ગિનિઝ બૂક ઑફ વર્ડ રેકર્ડમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય તથા સુરતનું નામ રોશન કર્યુ હતુ. વિદ્યાર્થીઓએ પ્રદર્શિત કરેલ શક્તિઓને અને પ્રદર્શિત કરવામાં માર્ગદર્શક બનેલ શિક્ષક નીતિનભાઈ માનપરિયાને મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ તથા આચાર્ય અરવિંદ ભાઈ ઠેસીયા, આચાર્ય ધર્મેશભાઈ સલીયાએ આદર, કદર અને પ્રેમની લાગણીથી નવાજી ૭૮માં સ્વાતંત્ર્ય પર્વે પ્રોત્સાહિત કર્યા હતા.સ્વાતંત્ર પર્વે ધ્વજવંદન કરવા માટે પ્રભુ સ્વામી સહિત હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમાચાર શેર કરો