મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ફર્લો રજાના બહાને ફરાર થયેલો આરોપી દબોચાયો, પોક્સો કેસમાં પામ્યો હતો આજીવન કેદની સજા

સુરતમાં નાના બાળકો સાથેના દુષ્કર્મના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોક્સો કાયદા

સુરતમાં ફર્લો રજાના બહાને ફરાર થયેલો આરોપી દબોચાયો, પોક્સો કેસમાં પામ્યો હતો આજીવન કેદની સજા

સુરતમાં નાના બાળકો સાથેના દુષ્કર્મના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોક્સો કાયદા હેઠળ આજીવન કેદની સજા પામેલો અને ફર્લો રજા દરમિયાન ફરાર થયેલા આરોપી કલ્પેશ કનુભાઈ ગલસાણીયાને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે.

રજા લઈ ફરાર થયો

આરોપી 14 દિવસની ફર્લો રજાએ જેલમાંથી મુક્ત થયો હતો અને 23 મે 2025ના રોજ પાછો હાજર થવાનો હતો. પરંતુ તે નિયમિત સમયસર જેલમાં પરત ફર્યો ન હતો અને ગુમ થઈ ગયો. પોલીસ તેની શોધખોળમાં લાગી હતી.સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે, આરોપી ગોડાદરા વિસ્તારમાં છૂપાઈ રહેલો છે. તેની સચોટ માહિતી મળ્યા બાદ ગોડાદરા મીડાસ શોપિંગ સેન્ટરના પાછળથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. હવે આરોપીને ફરી લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવાની તજવીજ કરવામાં આવી છે.

લાજપોર જેલમાં હતો

વર્ષ 2022માં આરોપી કલ્પેશ ગલસાણીયા કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં હીરા મજૂરી કરતો હતો. તે સમયે 15 વર્ષની કિશોરીનું અપહરણ કરીને ચોટીલા લઈ ગયો હતો. ત્યાંદુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાના આરોપી દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધાયો હતો. કોર્ટમાં કેસ ચાલ્યા બાદ આરોપીને આજીવન કેદની સજા ફટકારી લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલાયો હતો. 

આ સમાચાર શેર કરો