અમરેલીમાં એક દિવસમાં ત્રણ ગુનેગારોને જન્મટીપ, પોક્સો કોર્ટેના ઐતિહાસિક નિર્ણયો
અમરેલી જિલ્લાના સોનારિયા અને ભાલવાવમાં સગીર કન્યા ઉપર દ

અમરેલી જિલ્લાના સોનારિયા અને ભાલવાવમાં સગીર કન્યા ઉપર દુષ્કર્મ આચરનારા નરાધમોને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે. અમરેલીના સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાધીશે એક જ દિવસમાં પોક્સો ધારા હેઠળ ત્રણ-ત્રણ ઘટનાઓમાં અપરાધીઓને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી દાખલો બેસાડ્યો છે.
એક દિવસમાં ત્રણ આરોપીઓને સંભળાવી સજા
સ્પેશિયલ પોક્સો કોર્ટે અમરેલી જેસીંગપરાના આરોપી અમર કાલેના, અમરેલીના સોનારીયા ગામના આરોપી બકુલ દાદુકીયા અને લાઠી તાલુકાના ભાલવાવ ગામના આરોપી અરવિંદ નાવડીયાને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે.
સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો
નોંધનીય છે કે, ભારતમાં ન્યાયતંત્રની ધીમી ગતિના કારણે લોકોમાં અવિશ્વાસ ઊભો થતો હોય છે. એવામાં પોક્સો જેવા ગંભીર ગુનામાં એક જ દિવસમાં ત્રણ લોકોને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી ગુનેગારોમાં દાખલો બેસાડવામાં આવ્યો છે.






