દેશની સૌથી મોટી કોલસાની ખાણમાંથી 11 વર્ષે મળ્યો આરોપી, ડ્રાઈવરના વેશમાં આ રીતે પાર પડાયું મિશન
ગુનેગારો ગુનાને અંજામ આપીને ગમે ત્યાં છૂપાઈ જાય પરંતુ, કાયદો તેને છોડતો નથી હોતો. આવી જ એક

ગુનેગારો ગુનાને અંજામ આપીને ગમે ત્યાં છૂપાઈ જાય પરંતુ, કાયદો તેને છોડતો નથી હોતો. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં આરોપીએ 11 વર્ષ અગાઉ 11 જેટલી ટ્રક ચોરીને અંજામ આપ્યો હતો. બાદમાં તે છત્તિસગઢમાં કોલસાની ખાણમાં કામે લાગી ગયો હતો. જો કે, પોલીસને આ અંગેની બાતમી મળતાં જ ક્રાઈમ બ્રાંચની એક ટીમ છત્તિસગઢ રવાના થઈ હતી.
દેશની સૌથી મોટી ખાણમાંથી આરોપી મળ્યો
છત્તિસગઢમાં આવેલી દેશની સૌથી મોટી કોલસાની ખાણ પૈકીની ગેવરા કોલાસની ખાણમાં માથે અને ગળે ઘમચા બાંધીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ ટ્રક ડ્રાઈવરના પહેરવેશમાં પહોંચી ગઈ હતી. અહિંથી સુરતમાં વર્ષ 2013થી 2015 સુધીમાં 11 જેટલી ટ્રક ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા વોન્ટેડ આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આ દરમિયાન ગેવરા ખાણમાં ટ્રક ડ્રાઈવિંગનું કામ કરતાં આરોપી મોહંમદ એકલાખ મહેમુદ ખાન પર વોચ ગોઠવી હતી.
દેશ તેવો પોલીસનો વેશ
રાત્રિના સમયે જેવો એકલાખ મહેમુદ ખાન ટ્રક ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ટ્રક ડ્રાઈવરના પહેરવેશમાં પહોંચેલા ક્રાઈમ બ્રાંચના જવાનોએ તેને ઝડપી લીધો હતો. જેથી 11 ટ્રક ચોરીના ગુનાના ભેદ ઉકેલાવાની દિશામાં મુખ્ય આરોપી ઝડપાઈ ગયો હતો. ત્યારે સુરત લાવીને પોલીસ દ્વારા હવે આ ગુનામાં કોણ કોણ સામેલ હતું તથા ચોરેલી ટ્રક સહિતના મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે.








