મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી લેટરકાંડ: જેલમુક્તિ બાદ મનીષ વઘાસીયા સહિતના આરોપીઓએ કરી પ્રેસ કોન્ફરન્સ, જાણો શું કહ્યું

લેટરકાંડ મુદ્દે જેલમુક્તિ થયેલ પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસીયા સહીત આ

અમરેલી લેટરકાંડ: જેલમુક્તિ બાદ મનીષ વઘાસીયા સહિતના આરોપીઓએ કરી પ્રેસ કોન્ફરન્સ, જાણો શું કહ્યું

લેટરકાંડ મુદ્દે જેલમુક્તિ થયેલ પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસીયા સહીત આરોપીઓ દ્વારા પ્રેસકોન્ફ્રન્સ કરી પોલીસે માનસિક ત્રાસ આપી માર મારવાના આક્ષેપ કરી પત્ર સાચો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ પત્ર કોણે લખ્યો તે અંગે મનીષ વઘાસીયાએ સવાલનો જવાબ ન આપ્યો.

આ પણ વાંચો : અમરેલી લેટર કાંડ મામલે મનીષ વઘાસીયાએ જેલની બહાર નીકળતા જ આપ્યું ચર્ચાસ્પદ નિવેદન

અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસીયા, અશોક માંગરોળીયા,જીતુ ખાત્રા દ્વારા જશવંતગઢમાં પ્રેસ યોજી હતી. પૂર્વ હોદેદાર મનીષ વઘાસીયાએ કહ્યું પોલીસે મને માર માર્યો હતો. રિકન્સ્ટ્રક્શનમાં કૌશીક વેકરીયાના પી.એ સહિતની હાજરી હતી. પોલીસે મારી પૂછપરછ કરી માર મારવામાં આવ્યો હતો. જેમાં દિલીપભાઈ સંઘાણી, મુકેશભાઈ સંઘાણી, નારણભાઈ કાછડીયા હતા. આ ઘટનામાં તેમની પાછળ કોઈ છે કે કેમ? પાયલ ગોટીએ ડીજીપીમાં ફરિયાદ કરી છે કેમ?

લેટરકાંડ મુદ્દે અગાઉ પાયલ ગોટીએ ડીજીપીને ફરિયાદ અરજી કરી છે જેમાં સ્પષ્ટ મનીષ વઘાસીયાના કહેવાથી ટાઈપિંગ કર્યો હતો ત્યારે આજે મીડિયાને સંબોધતા મનીષ વઘાસીયાને લેટર લખ્યો કોને તે અંગે જવાબ આપવાનું ટાળ્યુ હતું.

આ સમાચાર શેર કરો