મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યાં

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્ર

અમદાવાદમાં ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યાં

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી નુકસાન પહોંચાડવાના મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. પોલીસે ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.

મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડો.આંબેડકરની મૂર્તિને પથ્થર મારનાર આરોપી મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે. 22 ડિસેમ્બરે રાત્રે 3:30 વાગ્યે બે એક્ટીવા ઉપર ચાર લોકો આવ્યા હતા અને મૂર્તિને ખંડિત કરી હતી. અન્ય બે આરોપીઓ મુકેશ ઠાકોર અને ચેતન ઠાકોરની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ચારેય આરોપીઓને ચારેયને આશ્રય આપનાર જયેશ ઠાકોરની પોલીસે શોધખોળ શરૂ કરી છે. 

શા માટે મૂર્તિ ખંડિત કરી? 

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નાડીયા અને ઠાકોર સમાજ વચ્ચે ચાલતી તકરારમાં વર્ષ 2018માં આ બે સમાજ વચ્ચે રાયોટિંગ થયું હતું. અગાઉ દીવાલ બાબતે ત્યાં ઝઘડો થયો હતો. 

500થી વધુ સીસીટીવી ચેક કર્યા બાદ આરોપીને પોલીસે ઝડપી પાડ્યાં 

22 ડિસેમ્બર, 2004 ની વહેલી સવારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી હતી. તાત્કાલિક કાઈમ બ્રાન્યની અનેક ટીમોએ મામલાની તપાસ અને ડિટેક્શન માટે કામ શરૂ કર્યું હતું. 500થી વધુ સીસીટીવી ચેક કર્યા પછી માનવ અને તકનીકી ઇનપુટ્સ દ્વારા અજાવ્યા ખારોપીની ઓળખ મેહુલ ઠાકોર તરીકે થઈ હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવી હતી. તેણે પ્રતિમા તોડવાના ગુનાની કબૂલાત કરી હતી. 

વધુ પૂછપરછમાં તેની ગુનાહિત રેકોર્ડ હોવાનું બહાર આવ્યું છે, જેની વિગતો મેળવવામાં આવી રહી છે. તેના અન્ય 3 સાથીદારો હોવાનું પણ તેણે ખુલાસો કર્યો છે. કાઈમ બ્રાન્ચની ટીમો પણ તેઓને વેરિફિકેશન કરીને પકડવા પ્રયાસ કરી રહી છે. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત તપાસ અધિકારીને સોંપવામાં આવ્યો છે. અફવાઓ અને ખોટી માહિતીની શિકાર ન થવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો