મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નવા કાયદા મુજબ હવસખોર આધેડ સામે 10 દિવસમાં 196 પેઈજની ચાર્જશીટ, પૌત્ર સાથે રમતી બાળકીને બનાવી હતી શિકાર

નવા અમલમાં આવેલા કાયજદા મુજબ સુરતમાં હવસખોર સામે 10 દિવસમાં 196 પાનાની ચાર્જશીટ રજૂ

સુરતમાં નવા કાયદા મુજબ હવસખોર આધેડ સામે 10 દિવસમાં 196 પેઈજની ચાર્જશીટ, પૌત્ર સાથે રમતી બાળકીને બનાવી હતી શિકાર

નવા અમલમાં આવેલા કાયજદા મુજબ સુરતમાં હવસખોર સામે 10 દિવસમાં 196 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. પોલીસે આરોપી સામે પૂરાવા એકત્ર કરી ગણતરીના દિવસોમાં ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. પીડિત બાળકીના વીડિયોગ્રાફી સાથેનું નિવેદન, ઘટના સ્થળના પણ વીડિયોગ્રાફી દ્વારા તમામ પંચનામાં, એફએસએલ દ્વારા મેળવેલા સાયન્ટિફિક પૂરાવાઓ, મેડિકલ પૂરાવો તેમજ પીડિત દ્વારા કોર્ટ સમક્ષ આપવામાં આવેલું નિવેદન, સીસીટીવીના પૂરાવા અને મહત્વપૂર્ણ સાહેદોના નિવેદનો અને અન્ય સહયોગી પૂરાવો એકત્ર કરી કુલ 42 સાક્ષીઓને તપાસી માત્ર દસ દિવસના ટૂંકા સમયગાળામાં તપાસ પૂર્ણ કરી લિંબાયત પોલીસે આ કેસમાં 196 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે.

બાળકી આરોપીના પૌત્ર સાથે રમતી હતી

લિંબાયત વિસ્તારમાં 7 વર્ષ 8 મહિનાની માસૂમ બાળકી ઉપર તેના દાદાની ઉંમરના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી 52 વર્ષીય મહેન્દ્ર શાહની લિંબાયત પોલીસે ધરપકડ કરી હતી. માસૂમ બાળકી આરોપીના પૌત્ર સાથે રમતી હતી, તે સમયે આરોપી બાળકીને ઘરના ગોડાઉનમાં ખૂણામાં લઈ જઈ છેડતી કરીને દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીએ આ અંગે પોતાની દાદીને જાણ કરી હતી અને ત્યારબાદ બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

બાળકીએ સૌપ્રથમ દાદીને જાણ કરેલી

લિંબાયત પોલીસે ફરિયાદ બાદ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. લિંબાયત પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એસ.બી. પઢેરિયાની સીધી દેખરેખ તથા સૂચના મુજબ બાળકીને ઝડપી ન્યાય મળી શકે આ માટે તમામ પૂરાવા એકત્ર કરી તપાસ કરવામાં આવી હતી. બાળકીએ આ અંગે પોતાની દાદીને જાણ કરી હતી અને ત્યારબાદ બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. લિંબાયત પોલીસે ફરિયાદ બાદ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. 

આ સમાચાર શેર કરો