દાદરાનગર હવેલીમાં બસની બ્રેક ફેઈલ થતાં સર્જાયો અકસ્માત, કુદી ગયેલા કન્ડક્ટરનું ટાયર નીચે કચડાતા મોત
દાદરા નગર હવેલીના દૂધની રોડ પર કરચોન ગામે અકસ્માત સર્જાયો હતો. ગામના ટર્નિંગ પર બસની બ્રેક ફેઈલ થઈ

દાદરા નગર હવેલીના દૂધની રોડ પર કરચોન ગામે અકસ્માત સર્જાયો હતો. ગામના ટર્નિંગ પર બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. જેથી બસમાં સવાર 10થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. સાથે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સમગ્ર અકસ્માતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ઝારખંડ વિધાનસભા ચૂંટણી- 2024: ભાજપ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે, અમિતશાહ ગજવશે ત્રણ જનસભા
ચાલકે બેલેન્સ ગુમાવ્યુ
પ્રાપ્ત વિગત અનુસાર નવસારીની ઓમ સાંઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લકઝરી બસમા પ્રવાસીઓ દૂધની જેટી તરફ જઈ રહ્યા હતા. તે સમયે કરચોન ગામે ટર્નિંગ પર બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.જેથી બસના ચાલકે બેલેન્સ ગુમાવી દીધી હતી. બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી. મુસાફરોમાં રાડા રાડ મચી ગઈ હતી. લોકો કંઈ સમજી શકે તેવી સ્થિતિમાં રહ્યાં નહોતા.
ખાનવેલ લઈ જવાયા
બસ રોડ પરથી નીચે ઉતરતાં જ કંડકટર ચાલુ બસમાંથી કુદી ગયો હતો. કંડક્ટર કુદી જતા બસના પાછલા ટાયરમા આવી ગયો હતો. જેથી તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. દસથી વધુ લોકો ઘાયલ થતા સારવાર અર્થે સબ જીલ્લા હોસ્પિટલ ખાનવેલમાં લઇ જવામા આવ્યા હતા.








