મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભેંસો ભરેલા ટ્રકે રિવર્સ લેતા સર્જાયો અકસ્માત, ખુલ્લામાં સૂતેલા બે પૈકી એક કચડાયો

સુરત સહિત સમગ્ર રાજ્યમાં થોડા દિવસોથી અકસ્માતોએ માજા મૂકી છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં સવારના

સુરતમાં ભેંસો ભરેલા ટ્રકે રિવર્સ લેતા સર્જાયો અકસ્માત, ખુલ્લામાં સૂતેલા બે પૈકી એક કચડાયો

સુરત સહિત સમગ્ર રાજ્યમાં થોડા દિવસોથી અકસ્માતોએ માજા મૂકી છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં સવારના સમયે હીચકારો અકસ્માત સર્જાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ખુલ્લા મેદાનમાં સૂતેલા બે પૈકી એકનું ટ્રક નીચે કચડાઈ જતાં મોત નીપજ્યું હતું. જોકે જે ટ્રકથી યુવક કચડાયો તેમાં ભેંસો ભરેલી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃસુરતના પીપોદરા નજીક ટ્રીપલ અકસ્માત, ઈન્નોવાએ બ્રેક મારતાં પાછળથી બે કાર ધડાકાભેર અથડાઈ

ટ્રક ચાલક નાસી ગયો

ડિંડોલી વિસ્તારમાં આવેલા ખુલ્લા ઝાડી ઝાંખરાવાળા મેદાનમાં બે યુવકો સૂતા હતાં. આ દરમિયાન ભેંસ ભરેલા ટ્રકે રિવર્સ લીધી હતી. જેથી બન્ને સૂતેલા યુવકો દબાયા હતાં. જેમાંથી એકનું કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને ઈજાઓ પહોંચી હોવાથી હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર અકસ્માત બાદ ટ્રકનો ચાલક નાસી ગયો હતો. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થયા હતાં. 

અકસ્માતથી લોકોનો ઉમટ્યાં

ડિંડોલી પોલીસે કહ્યું કે, ચાલક ટ્રક આ ખુલ્લા ગ્રાઉન્ડમાં રિવર્સ લેતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. ગ્રાઉન્ડમાં પંકજ કેવટ અને ધીરજ મોર્યા નામના બે વ્યક્તિ સૂતા હતાં. સવારે સાડા સાત વાગ્યા આસપાસની આ ઘટના છે. અકસ્માતમાં પંકજ કેવટને ઈજાઓ પહોંચી હતી. જ્યારે ધીરજ મોર્યાનું મોત નીપજ્યું હતું. હાલ આ બન્ને યુવક શા માટે અહિં સૂતા હતા તથા અકસ્માત સર્જનાર સહિતની વિશેષ તપાસ ચાલું છે. 

આ સમાચાર શેર કરો