મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર-ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવરનું મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું છે. નડિયાદ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર-ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવરનું મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું છે. નડિયાદના અરેરા નજીક પસાર થતા હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કર પાછળ ટ્રક અથડાતાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું જ્યારે ક્લિનરને ઈજાઓ પહોંચી હતી.

બ્રાઝિલમાં મુસાફરોથી ભરેલી બસનું ટાયર ફાટ્યું, ટ્રકને ટક્કર મારી, 38 લોકોના મોત

કેમિકલ ભરેલ ટેન્કર હાઈવે પર લીક થતાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. ફાયર બ્રિગેડે પાણીનો છંટકાવ કરી સ્થિતિને કાબુમાં લીધી હતી. કેમિકલ ભરેલ ટેન્કર લીક થતા ટીમ દ્વારા તાત્કાલિક કેમિકલને ડાયલ્યુટ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ટ્રકના કેબીનમાં ફસાયેલ ડ્રાઇવર અને ટ્રકના ક્લીનરને કટરની મદદથી ટ્રકના કેબીનનું પતરું કાપી બહાર કાઢવામાં આવ્યા હતા.

અમદાવાદના જુહાપુરામાં જુથ અથડામણ, એકનું મોત અને ત્રણ ઘાયલ

ટ્રકની કેબીનમા ફસાયેલા ક્લીનર ને જીવીત બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. અકસ્માતના પગલે લગભગ એક કલાક સુધી નડિયાદથી અમદાવાદ તરફ જતા વાહન વ્યવહારને બંધ કરી મેઈન લેન બાજુથી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો