બ્રાઝિલમાં મુસાફરોથી ભરેલી બસનું ટાયર ફાટ્યું, ટ્રકને ટક્કર મારી, 38 લોકોના મોત

દક્ષિણ-પૂર્વ બ્રાઝિલમાં પ્રવાસીઓથી ભરેલી બસ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ અકસ્માત દક્ષિણ-પૂર્વ બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યમાં હાઈવે પર થયો હતો. અહીં બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 38 લોકોના મોત થયા હતા તેવી અધિકારીઓએ માહિતી આપી હતી. મિનાસ ગેરાઈસ ફાયર વિભાગે જણાવ્યું હતું કે શનિવારે સવારે થયેલા અકસ્માતમાં ઘાયલ અન્ય 13 લોકોને ટીઓફિલો ઓટોની શહેરની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે બસ સાઓ પાઉલોથી નીકળી હતી અને તેમાં 45 મુસાફરો સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતનું કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પ્રત્યક્ષદર્શીઓએ બચાવ ટીમને જણાવ્યું કે ટાયર ફાટવાને કારણે બસ કાબૂ બહાર ગઈ અને ટ્રક સાથે અથડાઈ. અકસ્માત દરમિયાન એક કાર પણ બસ સાથે અથડાઈ હતી, કારમાં ત્રણ મુસાફરો હતા અને ત્રણેયના જીવ બચી ગયા હતા.
BREAKING🚨🚨 Accident.
Thirty people are dead after a truck and passenger bus with over 45 in it have collided on a highway in Minas Gerais, Brazil.
The tire of the bus is reportedly to have been the cause of the accident after it blew off while at a high speed. pic.twitter.com/25jJalDJ3G
પ્રમુખે શોક વ્યક્ત કર્યો હતો
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આ ભયાનક માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર ઊંડી શોક વ્યક્ત કરી છે. તેમણે શનિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, "હું ખૂબ જ દુ:ખી છું અને હું અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું." પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, બ્રાઝિલમાં આ વર્ષે ટ્રાફિક અકસ્માતમાં 10 હજારથી વધુ લોકોના મોત થયા છે.

