VIDEO: છોટા ઉદેપુરના સુરખેડા ગામે રાહદારીને બચાવવા જતા બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત
છોટા ઉદેપુરના સુરખેડા ગામે પાસે રાહદારીને બચાવ

છોટા ઉદેપુરના સુરખેડા ગામે પાસે રાહદારીને બચાવવા જતા એસટી બસ અને પાઈપ્સ ભરેલા ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો..આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે અને તેની સ્થિતિ હાલ ગંભીર છે.
વ્યક્તિને બચાવવા જતા ટ્રેલર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો
એસટી બસ ફેરકુવાથી પરત છોટાઉદેપુર આવી રહી હતી, તે સમયે સુરખેડા ગામ પાસે રોડની વચ્ચે એક વ્યક્તિ આવી ગયો હતો. આ વ્યક્તિને બચાવવા જતા ટ્રેલર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો..આ અકસ્માતથી થોડીવાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.






