મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર : કસ્ટમ વિભાગના ઇન્સ્પેક્ટર, એન્જીનીયર અને ખાનગી વ્યક્તિ 2.32 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર ACBએ આઇ.સી.ડી. ખોડીયાર જમીયતપુરાની કસ્ટમ ઓફીસમાં કસ્ટમ વિભાગના ઇન્સ્પ

ગાંધીનગર : કસ્ટમ વિભાગના ઇન્સ્પેક્ટર, એન્જીનીયર અને ખાનગી વ્યક્તિ 2.32 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર ACBએ આઇ.સી.ડી. ખોડીયાર જમીયતપુરાની કસ્ટમ ઓફીસમાં કસ્ટમ વિભાગના ઇન્સ્પેક્ટર, એન્જીનીયર અને ખાનગી વ્યક્તિને 2.32 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. 

આઇ.સી.ડી. ખોડીયાર ખાતે આવેલા કન્ટેઇનર ડેપોમાં ફરીયાદ કરનાર વેપારીની કંપનીના કેમીકલ રો-મટીરીયલના 272 કન્ટેઇનર સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર એમ ત્રણ માસમાં આઇ.સી.ડી. ખોડીયાર કન્ટેઇનર ડેપો ખાતે આવ્યાં હતા. અહીં કસ્ટમ વિભાગના ઇન્સ્પેક્ટર સતીંદરપાલસીંગ કુલવંતસીંગ અરોરાએ કન્ટેઇનર ક્લીયર કરવા માટે વેપારી પાસે  2.32 લાખની માંગણી કરી હતી. 

ફરીયાદ કરનાર વેપારીએ ACBનો સંપર્ક કરતા ગાંધીનગર ACBના અધિકારીઓ ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ચાવડાએ ટ્રેપ ગોઠવી હતી. 

કસ્ટમ વિભાગના ઇન્સ્પેક્ટર સતીંદરપાલસીંગ કુલવંતસીંગ અરોરાના કહેવાથી ખોડીયાર કન્ટેઇનર ડેપોમાં કસ્ટમ વિભાગમાં સીડેન્ટ એન્જીનીયર (આઉટ સોર્સ) અંકીત ભુપેન્દ્રભાઇ દેસાઇએ  ખાનગી વ્યક્તિ ગુલામ દસ્તગીર ભીખામીયાં મલેકે રૂ.2,32,000 આપવાનું કહ્યું હતું. ACBના છટકામાં ખાનગી વ્યક્તિ પકડાઈ જતા તેણે કસ્ટમ વિભાગના અધિકારી અને એન્જીનીયરે લાંચ લેવાનું કહ્યું હોવાનું સ્વીકાર્યું હતું. 

ACBએ  કસ્ટમ વિભાગના અધિકારી  કસ્ટમ ઇન્સ્પેક્ટર સતીંદરપાલસીંગ કુલવંતસીંગ અરોરા, કસ્ટમ વિભાગના સીડેન્ટ એન્જીનીયર (આઉટ સોર્સ) અંકીત ભુપેન્દ્રભાઇ દેસાઇ અને ખાનગી વ્યક્તિ ગુલામ દસ્તગીર ભીખામીયાં મલેક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. 

આ સમાચાર શેર કરો