મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પતરાના AC શેડમાં ઓનલાઈન સાડીના વેચાણની આડમાં ચાલતું કૂટણખાનું, ડમી ગ્રાહક ગયો ને... 

સુરતમાં સ્પા, હોટલ સહિતની જગ્યાઓ પર ભીંસ વધતાં કૂટણખાનાના સંચાલકો પતરાના એસી શેડમાં ગોર

સુરતમાં પતરાના AC શેડમાં ઓનલાઈન સાડીના વેચાણની આડમાં ચાલતું કૂટણખાનું, ડમી ગ્રાહક ગયો ને... 

સુરતમાં સ્પા, હોટલ સહિતની જગ્યાઓ પર ભીંસ વધતાં કૂટણખાનાના સંચાલકો પતરાના એસી શેડમાં ગોરખધંધા કરતાં હોવાનું સામે આવ્યું છે. સરથાણા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર મજીસ્ટ્રીકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં પાર્ટીશન પાડીને કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. જેમાંથી બે લલનાને ઝડપી લઈને સંચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.

ડમી ગ્રાહકે ભેદ ખોલ્યો

પોલીસે કેનાલ રોડ ઉપર મેજીસ્ટ્રીકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી. દિનેશ પોપટ હરખાણી નામના શખસે આ ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કુટણખાનુ શરૂ કર્યુ હોવાની બાતમી હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો. ડમી ગ્રાહક ડોમમાં ગયો તે સાથે જ એક શખસે ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી નાસી ગયો હતો. પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબીન સાથે ધમધમતું કૂટણખાનુ મળી આવ્યું હતું. અહીંથી બે ગણિકા પોલીસને મળી આવી હતી. 

લલનાને 500 રૂપિયા અપાતા હતા

યોગીચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખધંધો ચલાવી રહ્યો હતો.ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા. જેમાંથી ગણિકાને 500 રૂપિયા મળતા હતા. જ્યારે દિનેશ કમિશન પેટે 500 રૂપિયા રાખી લેતો હતો. પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળું મારી દેતો હતો. પોલીસે અહીંથી કોન્ડમ તથા એક હજારની રોકડ કબ્જે કરી હતી. 

આ સમાચાર શેર કરો