મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

NEETની પરીક્ષામાં તંત્રની શંકાસ્પદ ભૂમિકા, CBI તપાસની માગ સાથે દેશભરમાં દેખાવો કરવાની ABVPની ચીમકી 

સુરતમાં એબીવીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. 6 તારીખથી 9મી તા

NEETની પરીક્ષામાં તંત્રની શંકાસ્પદ ભૂમિકા, CBI તપાસની માગ સાથે દેશભરમાં દેખાવો કરવાની ABVPની ચીમકી 

સુરતમાં એબીવીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. 6 તારીખથી 9મી તારીખ સુધી યોજાયેલી આ બેઠકમાં ચાર મુદ્દે ઠરાવ કરવામાં આવ્યાં હતાં. સાથે જ નીટની પરીક્ષા શંકાસ્પદ રીતે લેવાઈ અને રીજલ્ટ પણ એ જ રીતે આવ્યા હોવાથી સીબીઆઈ તાસની માગ કરવામાં આવી છે. હાલ જે રીતે તપાસ કરવામાં આવી રહી છે તેના અધ્યક્ષ પણ તેના જ હોવાથી શંકા હોય તેમ એબીવીપીના રાષ્ટ્રીય મહામંત્રીએ જણાવ્યું હતું.

ચાર ઠરાવ પસાર થયા

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એબીવીપીના યાજ્ઞવલ્કય શુકલએ કહ્યું કે, દેશમાં પ્રથમ વખત જ સુરતમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચાર અલગ અલગ મુદ્દાઓ પર વિગતે ચર્ચા કરવામાં આવી હતી. પેપર લીકને લઈને સરકાર યોગ્ય કામગીરી કરે. કાયદો બનાવે તથા યુનિવર્સિટીઓમાં વિકાસના જે અધુરા કામો છે તે ઝડપથી પૂર્ણ કરે તેવા ચાર ઠરાવો વિદ્યાર્થી હિતમાં રજૂ કરાયા હતાં.

નિષ્પક્ષ તપાસની માગ

નીટને લઈને બેઠકમાં સૌ પ્રથમવાર વિગતે ચર્ચા કરવામાં આવી હતી. હાલ જે તપાસ ચાલી રહી છે તેને તૂત ગણાવતાં કહ્યું કે, જેના વિરુદ્ધ તપાસ ચાલે છે તે ડિપાર્ટમેન્ટના હેડ જ તેની તપાસના અધ્યક્ષ છે. જેથી અમે સીબીઆઈ નિષ્પક્ષ રીતે ઝડપથી તપાસ કરીને વિદ્યાર્થીઓને ન્યાય અપાવે તેવી માગ કરી રહ્યાં છીએ. 

આ સમાચાર શેર કરો