ડ્ર્ગ્સના 7 કેસમાં 4 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, પોલીસે કુંભ યાત્રીના વેશમાં UPથી દબોચ્યો
નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન અંતર્ગત માદક પદાર્થોની હેરાફેરી કરનાર સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે

નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન અંતર્ગત માદક પદાર્થોની હેરાફેરી કરનાર સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે નાર્કોટીક્સ ડ્રગ્સના સાતથી વધુ ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આંતરરાજ્ય ડ્રગ્સ માફીયા મોહમ્મદ લઈક યુસુફ શેખને ઉત્તરપ્રદેશથી કુંભ યાત્રીના વેશમાં પોલીસે દબોચી લીધો છે. આરોપી ઝડપાઈ જતાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.
પેડલરોને ડ્રગ્સ સપ્લાય કરતો
દબોચાયેલો આરોપી મુંબઈ મહારાષ્ટ્રથી ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ કરતો હતો. ત્યાંથી સુરતના અલગ અલગ પેડલરોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઈ ખાતે તપાસ હાથ ધરી હતી. જો કે શાતિર આરોપી ત્યાંથી નાસી ગયો હતો. બાદમાં કર્ણાટક, તેલંગાણા અને ઉત્તરપ્રદેશમાં ફરતો હતો. છેલ્લા આઠ માસથી ટીમો તેને ઝડપી લેવા પ્રયત્ન કરતી હતી.
અલગ અલગ રાજ્યમાં ચાલતું નેટવર્ક
મોહમ્મદ લઈક યુસુફ શેખ છેલ્લા એકાદ માસથી ઉત્તરપ્રદેશના આંબેડકરનગરમાં છુપાયો હોવાની બાતમી મળી હતી. જેથી છેલ્લા બે અઠવાડિયાથી પોલીસની ટીમ કુંભ મેળાના યાત્રાળુના છુપા વેશ ધારણ કરી આરોપીના ઘરની આસપાસ ફરી રહ્યા હતાં. જેથી આરોપીને ઝડપી લઈને સુરત લાવવામાં આવ્યો છે. આરોપી સામે સુરતના અલગ અલગ 7 કેસ નોંધાયેલા છે. આરોપી શરૂઆતમાં મુંબઈથી ડ્રગ્સ સુરત લાવી ડિલિવરી કરતો હતો. ત્યારબાદ તેણે નેટવર્ક ઉભું કરીને પેડલરો રાખ્યા હતાં. જેના મારફતે તે માદક પદાર્થોનું વેચાણ કરતો હતો. ગુજરાત સુરત જ નહીં પરંતુ નાસતા ફરતાં આરોપીએ ગુજરાત બહાર પણ પોતાનું નેટવર્ક ઉભું કર્યું હતું.







