VIDEO: ગુજરાતમાંથી ફરી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ, SOGની ટીમે 30 કલાકના મેગા ઓપરેશન બાદ દબોચ્યા આરોપીઓને
રાજ્યના વડોદરા જીલ્લાના સાવલી તાલુકાનાં ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા મોકસી ગામની સીમના ખેતરમાં MD ડ્રગ્સની ફેક્ટરી
રાજ્યના વડોદરા જીલ્લાના સાવલી તાલુકાનાં ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા મોકસી ગામની સીમના ખેતરમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી. પોલીસે આ ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 3.37 કરોડનું એમડી. ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું, અને બે આરોપીઓની ધરપકડ કરી હતી. ગ્રામ્ય SOGની ટીમે 30 કલાકના મેગા ઓપરેશન બાદ ફેક્ટરી ઝડપાી હતી.
11 વર્ષ પહેલા જે ગુનામાં ઝડપાયો હતો આરોપી તે ફરીથી દબોચાયો
પોલીસે મોક્સી ગામના જગદીશ જીતસિંહ મહીડા અને વડોદરાનાં ગોરવા વિસ્તારમાં રહેતા પ્રેમચંદ કુમાર મહંતોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે, જેમાં મોકસી ગામનો જગદીશ મહીડા વર્ષ 2014માં ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા આજ ગુનામાં પકડાઈ ચૂક્યો છે. ત્યાર બાદ ફરીથી થોડાક વર્ષ પછી NDPSના વેપારમાં ઝંપલાવ્યું હતું અને ફરીથી તે ઝડપાઈ ગયો છે.
દરોડા દરમિયાન 3.37 કરોડનું M.D. ડ્રગ્સ ઝડપી પાડ્યું
છેલ્લા કેટલા સમયથી ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું, આ સમગ્ર કાંડનો સુત્રધાર કોણ છે. જ્યાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું તે જગ્યાનો માલિક કોણ છે, રો મટીરીયલ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લા ગ્રામ્ય SOGની ટીમ દ્વારા 30 કલાકની પોલીસ કાર્યવાહી પૂર્ણ કરી બે આરોપીઓ અને મુદ્દામાલ કબજે લઈ ભાદરવા પોલીસને સોંપવામાં આવ્યા હતા, તો બીજી તરફ આજ ગામમાં વર્ષ 2022માં ATSએ નેક્ટર કેમિકલ કંપનીમાં દરોડા પાડ્યા હતા, અને 1125 કરોડ 225 કિલો ગ્રામ ડ્રગ્સ દબોચ્યું હતું.






