મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

SURAT : નાર્કોટીક્સના ગુનામાં 19 વર્ષથી નાસતા-ફરતા ડ્રગ માફીયાની જમ્મુ કાશ્મીરથી ધરપકડ

Surat News : સુરત SOG પોલીસે મિશન કાશ્મીર ઓપરેશન પાર પાડીનેછેલ્લા 19 વર્ષથી નાર

SURAT : નાર્કોટીક્સના ગુનામાં 19 વર્ષથી નાસતા-ફરતા ડ્રગ માફીયાની જમ્મુ કાશ્મીરથી ધરપકડ

Surat News : સુરત SOG પોલીસે મિશન કાશ્મીર ઓપરેશન પાર પાડીનેછેલ્લા 19 વર્ષથી નાર્કોટીક્સના ગુનામાં નાસતા-ફરતા કુખ્યાત ડ્રગ માફીયાનેની જમ્મુ કાશ્મીરથી ધરપકડ કરી છે. આરોપી નિશાર અહેમદ ગુલામનબીદારને જમ્મુ કાશ્મીરમાં આંતકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના SOGના પોલીસ અધિકારીઓએ જીવના જોખમે ઝડપી પાડ્યો છે. 

2006માં નોંધાયો હતો NDPSનો ગુનો 

આ આરોપી નિશાર અહેમદ ગુલામનબીદાર વિરુદ્ધ સુરતમાં વર્ષ 2006માં NDPS એક્ટનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આરોપી સાગરીતો સાથે વર્ષ 2006માં જમ્મુ કાશ્મીર દિલ્હી અને દિલ્હી સુરત ચરસ ટ્રેન મારફતે ચરસ લાવી રહ્યો હતો. 

તે સમય દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી NCB દ્વારા મહિલા સહીત ત્રણ આરોપીઓને ચરસ સાથે ઝડપી પડવામાં આવ્યાં હતા. આ ચરસ 10.250 ગ્રામનું હતું જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 1,25,000 લાખ હતી. 

તે સમય દરમિયાન ત્રણે આરોપીઓની પૂછપરછમાં આરોપી નિશાર અહેમદ ગુલામનબીદારનું નામ સામે આવ્યું હતું. સુરત પોલીસ આરોપીને શોધવા તેના વતને પોહચી હતી, પરંતુ આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો.

આ સમાચાર શેર કરો