મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને જીવંત રાખવા આર્થિક પેકેજની માગ સાથે AAPનું સુરત કલેક્ટરને આવેદનપત્ર
ગુજરાતનો હીરા ઉધોગ દેશની GDPમાં 7% નું યોગદાન આપે છે. વિશ્વના જેમ્સ એન્ડ જવેલરી માર્કેટ

ગુજરાતનો હીરા ઉધોગ દેશની GDPમાં 7% નું યોગદાન આપે છે. વિશ્વના જેમ્સ એન્ડ જવેલરી માર્કેટમાં 6.48 બિલિયન અમેરિકન ડોલરના ધંધા સાથે કુલ માર્કેટનો 29% હિસ્સો ઘરાવનાર તથા ભારતમાંથી થતા કુલ નિકાસમાં 15.71 % હિસ્સો ધરાવનાર હીરાઉધોગ દેશનો સૌથી મહત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે. પરંતુ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે. રત્નકલાકારો આપઘાત કરી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં આર્થિક પેકેજની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ દ્વારા આપીને વિવિધ માગો કરવામાં આવી હતી.
રત્નકલાકારોની સ્થિતિ કફોડી
મનોજ સોરઠિયાએ કહ્યુ કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં 50 થી વધુ રત્નકલાકારોએ આર્થીક સંકડામણને કારણે આત્મહત્યા કરી છે. એક તરફ દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે. ઘર ચલાવવા મુશ્કેલ બન્યા છે. સરકારની નીતિઓ અને અહંકારી વલણને લીધે એક સામાન્ય મધ્યમ વર્ગ પોતાના બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિમાં નથી રહ્યો. ત્યારે લોકોને આપની પાસે બીજી કોઈ આશા બચી નથી. આ વખતના બજેટમાં ગુજરાતનો હીરાઉદ્યોગ તમારી સરકાર પાસે રાહત પેકેઝની આશા રાખીને બેઠો હતો. પરંતુ ખાસ સુવિધા મળી નથી.
હીરાઉદ્યોગને ટકાવી રાખવાની માગ
- ગુજરાતના રત્નકલાકારોને અને નાના વેપારીઓને દર મહીને ૧૦ હજારની સહાય રકમ આગામી 6 મહિના માટે આપવામાં આવે.
- રત્નકલાકાર પર સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવતો વ્યવસાય વેરો નાબુદ કરવામાં આવે.
- “રત્નકલાકાર કલ્યાણ આયોગ”ની રચના કરીને કામદાર અઘિકાર કાયદા પ્રમાણેના લાભો આપવામાં આવે તથા જરૂરી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવવામાં આવે.








