મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના બજેટ પર ભારે અસંતોષ વ્યક્ત કરતા વિપક્ષના ધારાસભ્યો, જાણો શું કહ્યું

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ગુજરાતના બજેટ પર અસંતોષકારક વ્યકત કર્યો હતો. તેમણે નિવેદન

ગુજરાતના બજેટ પર ભારે અસંતોષ વ્યક્ત કરતા વિપક્ષના ધારાસભ્યો, જાણો શું કહ્યું

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ગુજરાતના બજેટ પર અસંતોષકારક વ્યકત કર્યો હતો. તેમણે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ બજેટ એ આંકડાની માયાજાળ વાળું બજેટ છે. રાજસ્થાન દિલ્હી મધ્યપ્રદેશમાં જે સરકારે જાહેરાત કરી છે તેવી જાહેરાત અહીંયા ગુજરાતમાં આવશે તેવી આશા હતી. પરંતુ આદિ જાતિ વિકાસ માટે 5120 કારોડના બજેટમાં ફાળવ્યા છે જેમાં આદિ જાતિ વિકાસ માટે કોઈ યોગ્ય જાહેરાત થઈ નહીં.

શિષયવૃત્તિ યોજના બંધ થયેલી શરૂ થશે જે આ બજેટમાં જાહેરાત ન થઈ આ સાથે 22 હજાર શિક્ષકોની ભરતીની કોઈ જાહેરાત થઈ નહીં. મર્યાદિત કાર્ડ મુજબ આરોગ્ય સેવા યથાવત રહી અન્ય બીમારીઓને આ કાર્ડમાં જોડ્યા નહીં તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામ્ય વિસ્તાર માટે રાહત નહીં આપી. ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને વાયદો કરેલી સાઈકલો વિદ્યાર્થીઓને હજી સુધી મળી નહીં. કિસાન યોજનામાં આદિવાસી વિસ્તાર કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળતો નહીં. આંકડાઓની માયાજાળમાં ફેરવાવાનો બજેટમાં પ્રયાસ કરાયો છે. આ બજેટમાં આગામી દિવસમાં ગેરરીતી આવશે તે નક્કી છે. આ બજેટ સંતોષકારક નથી. શિક્ષણ આરોગ્ય સહિતના મુદાઓનો બજેટમાં અન્યાય થયો છે.

બજેટ મુદ્દે આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નિવેદન

બજેટ મુદે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પ્રેસ યોજી નિવેદન આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારનું બજેટ રેવડી અને લોલીપોપ સમાન બજેટ છે. અન્ય રાજ્યની જેમ આ બજેટમાં રાહતની આશા રાખી હતી. ગુજરાતનો ખેડૂતની આવક ડબલ કરવાની વાત હતી પરંતુ અમલવારી થઈ નહીં. દેવાદાર ખેડૂતને રાહત આપવાની વાત હતી તેની અમલવારી થઈ નહીં. ગેસ સિલિન્ડર સહિતના ભાવ ઓછા કરવાની જાહેરાત નહીં કરાઈ. કોળી અને ઠાકોર સમાજના વિકાસ માટે બજેટમાં કોઈ ઉલ્લેખ નહીં. ચોટીલા દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોના જીનોદ્ધાર કરવાની બજેટમાં રજુઆત કરી હતી તેનો અમલ થયો નહિ. ઍરપોર્ટ માટે પણ કોઈ જાહેરાત થઈ નહીં.

કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ

બજેટ પછી અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જણાવ્યું કે, આ ચીલા ચાલુ બજેટ છે બજેટમાં કાંઈ નવું નહીં. નાગરિકોની આશા પર પાણી ફરી વળ્યું છે. બીજા રાજયની જેમ 500ના ગેસ સિલિન્ડર મળશે તે નહીં મળે. હીરા ઉદ્યોગ મંદીમાં છે રત્નકલાકારો આત્મહત્યા કરે છે તેવા લોકોને આશા હતી પરંતુ રત્નકલાકારોની આશા પર પાણી ફરી વળ્યું છે. બીજા રાજ્યોમાં ચૂંટણી જીતવા લાડલી બહેનોની યોજના લાગુ કરવાની જાહેરાત કરી હતી ગુજરાતમાં પણ બહેનો આશા રાખી પરંતુ અમલવારી નહીં થઈ. જૂની પેંશન યોજના લાગુ ન થઈ તેમજ વિધવા બહેનો માટે નવું કાઈ નહીં.

વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતની આંગણવાડી આશાવર્કર બહેનોની માંગ પણ ઠગાવી નીવડી અને સરકારના બજેટમાં ગામડાઓમાં અન્યાય થયો છે. શહેરીકરણ વધારતું બજેટ સામે ગામડાને તોડતું બજેટ છે. ગુજરાતના બહુમતિ વર્ગ ST SC માટે પણ કોઈ જાહેરાત થઈ નહીં. વસ્તીના પ્રમાણમાં બજેટ હોવું જોઈએ છતાં તેના પર ધ્યાન અપાયું નહીં. ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ બન્યો છે અને ખેડૂત દેવાદાર બન્યો છે દેવા માફીની આશા પણ નકામી નીવડી છે. રોજગાર માટેનું કોઈ આયોજન નહિ અને દરેક જનતાની આશા પર ઠગાવી નીવડી છે.

આ સમાચાર શેર કરો