મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર/ AAPના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર, ભાજપે ત્રણ મુદ્દાને લઇને ઉઠાવ્યો હતો વાંધો

ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે. ભાવનગ

ભાવનગર/ AAPના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર, ભાજપે ત્રણ મુદ્દાને લઇને ઉઠાવ્યો હતો વાંધો

ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે. ભાવનગરમાં કોંગ્રેસ-AAP INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે.

ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર

ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી ખાતે એક કલાકથી વધુ સમયની સુનવણી બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યુ હતું.ઉમેશ મકવાણા ઈન્ડીયા ગઠબંધનના ભાવનગર લોકસભા સીટ પર ઉમેદવાર છે.શૈક્ષણિક લાયકાત સહિત ત્રણ મુદ્દાને લઈ ભાજપે વાંધો ઉઠાવ્યો હતો.જેને લઈ કલેક્ટર કચેરી ખાતે એક કલાક સુનાવણી ચાલી હતી અને ત્યારબાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે.

INDIA ગઠબંધનના સમર્થક-પોલીસ વચ્ચે ઘર્ષણ

આ પહેલા ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના સમર્થકો અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાની સાથે આવેલા સમર્થકોને પોલીસ અધિકારીઓએ બહાર કાઢતા કલેકટર કચેરી માં હોબાળો શરૂ થયો હતો. ઉમેશ મકવાણા પોતાનો પક્ષ રજૂ કરવા માટે કલેકટર કચેરી ખાતે સમર્થકોની હાજરીમાં પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો