મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન તૂટી શકે! વાવ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી ઉતારશે ઉમેદવાર

વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થયા બાદ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આમ આદ

ગુજરાતમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન તૂટી શકે! વાવ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી ઉતારશે ઉમેદવાર

વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થયા બાદ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તૂટી શકે તેવા એંધાણ છે. વાવ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે.

વાવ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટા ચૂંટણી માટે મતદાન થશે જ્યારે 23 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધનમાં લડી હતી. INDIA ગઠબંધન ગુજરાતમાં એક બેઠક (બનાસકાંઠા) જીતવામાં સફળ રહ્યું હતું.

વાવ બેઠક પર આમ આદમી પાર્ટી ઉતારશે ઉમેદવાર

આમ આદમી પાર્ટી વાવ વિધાનસભા બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. ડૉ. રમેશ પટેલને AAP વાવ વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર બનાવે તેવી ચર્ચા છે. વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનતા આ બેઠક ખાલી થઇ હતી.

સામાન્ય રીતે તો બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક કોંગ્રેસનો ગઢ મનાય છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને હરાવ્યા હતા. પરંતુ 2024માં ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા. કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા હતા. આમ લોકસભાની ચૂંટણી જીતતા ગેનીબેને વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. પરિણામે આ બેઠક ખાલી પડી હતી. 

 

આ સમાચાર શેર કરો