મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટના યુવાનને દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવાયો, પરિવારજનો પાસે 22 લાખ માંગ્યા

દક્ષિણ આફ્રિકામાં રાજકોટના એક યુવકને છેલ્લા એક મહિનાથી બંધક બનાવવામાં આવ્યો છે. અપહરણકરનારાઓએ યુવાનના પ

રાજકોટના યુવાનને દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવાયો, પરિવારજનો પાસે 22 લાખ માંગ્યા

દક્ષિણ આફ્રિકામાં રાજકોટના એક યુવકને છેલ્લા એક મહિનાથી બંધક બનાવવામાં આવ્યો છે. અપહરણકરનારાઓએ યુવાનના પરિવારજનો પાસે 22 લાખ રૂપિયાની માંગ કરી છે.

રાજકોટના યુવાનને આફ્રિકામાં બંધક બનાવાયો

રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો જય દિનેશભાઇ કારિયા નામનો યુવક દક્ષિણ આફ્રિકામાં નોકરી કરતો હતો. જય કારિયા દક્ષિણ આફ્રિકામાં લોધિકાના એક વ્યક્તિની કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી કરતો હતો.

દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારમાં યુવક ઉપર ચોરીનો આરોપ લગાવીને બંધક બનાવવામાં આવ્યો હતો અને તેના પરિવારજનો પાસે 22 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. બંધક પુત્રને છોડાવવા માટે પરિવારજનોએ એમ્બેસીમાં પણ રજૂઆત કરી છે.

પીડિતના ભાઇએ શું કહ્યું?

પીડિતના ભાઇએ કહ્યુ કે, "ગત 3 તારીખે કહેવામાં આવ્યું કે, તમારા ભાઇએ કંપનીમાંથી 8 હજારની ચોરી કરી છે અને તમે અમને પૈસા પાછા આપો. રાજકોટના એક વ્યક્તિ દ્વારા હવાલો આપવામાં આવ્યો હતો.ફોન કરીને અમને, 22 હજાર 500 ડૉલર આપવાનું કહેવામાં આવ્યું અને સાત દિવસની મુદ્દત આપી હતી. પીડિતના ભાઇએ કહ્યું હતું કે, આ લોકોને પૈસા આપીને તમે અમને છોડાવી લો. સાત દિવસ પછી ભાઇ સાથે વધારે વાત થઇ નથી.ત આ મહિનાની આઠ તારીખે ભાઇને જેલમાં ધકેલવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તમારી રીતે તેને છોડાવી લેજો, તેને ત્યા જીવનું જોખમ છે."

આ સમાચાર શેર કરો